________________
૧૨૪
હોય તેઓને શ્રી નાગદત્તશ્રેષ્ઠી બધા જ પ્રકારની સુવિધા આપશે. ઢંઢેરો સાંભળી ઘણા નગરજન તૈયાર થયા. શ્રી નાગદત્ત શ્રેષ્ઠી પાંચસો વહાણો સાથે ઘણા નગરજનો સહિત સમુદ્રયાત્રાએ નીકળ્યો. એક હજાર યોજન પ્રમાણનો સમુદ્ર પસાર કરે છે. મધ્ય દરીયે પહોંચતાં પવનનું સખત તોફાન જાગ્યું. આકાશમાં ભયંકર મેઘગર્જના થવા લાગી. વહાણો બહુ પ્રયત્નથી રોકવા છતાં ઉન્માર્ગે જવા લાગ્યાં. જૈનોની સોબતથી સજ્જનો જેમ આપત્તિમાં આવી પડે તેમ પાંચસો વહાણો દરિયાઇ મોજાંઓથી ખેંચાતા “શૈલકુંડલમાં આવી પડ્યાં. જ્યાં ચારે બાજુ ઉંચો ઉંચો પહાડ છે. તેની વચ્ચે કુંડલાકારે ઉંડો સમુદ્ર છે, ત્યાં વહાણો ખેંચાઈ ગયાં. ચારે બાજુ દિવાલ સરખો ઉંચો પર્વત હોવાથી પવન રૂંધાઈ જવાથી વહાણો ચાલતાં નથી. ઉંચો પર્વત હોવાથી આહાર-પાણી મળતાં નથી. જેથી લોકોનું ખાવા-પીવાનું ખુટવા લાગ્યું. અને લોકો દુઃખી દુઃખી થવા લાગ્યા. તે જ જગ્યાએ થોડા સમય પહેલાં સો વહાણો તોફાનથી ફસાયેલાં. બધા જ માણસો ભૂખ-તરસથી મૃત્યુ પામેલા. કંઠગતપ્રાણવાળો એક પુરુષ જીવંત હતો. તેનાથી બોલી શકાતું ન હતું. હાથની સંજ્ઞા દ્વારા તેણે પાણી માગ્યું. શ્રીનાગદત્તે પોતાનામાંથી પાણી આપ્યું. પાણી પીતાં તેણે પંચ પરમેષ્ઠીને નમસ્કાર કર્યો. તે સાંભળી આ જૈન શ્રાવક છે એમ સમજી શ્રીનાગદત્તે તેને અંતિમ ધર્મ આરાધના કરાવી. વીતરાગપ્રણીત ધર્મ સ્વીકારી શુભથ્થાનગત મૃત્યુ પામી તે જીવ સ્વર્ગલોકમાં ગયો. શ્રીનાગદત્તના વહાણમાં રહેલા લોકો શ્રીનાગદત્ત ઉપર ગુસ્સે થયા. ભૂખ અને તરસથી પીડાવા લાગ્યા. ઢંઢેરો પીટાવવા દ્વારા અમને નાગદત્ત સાથે લાવ્યા અને ખાવાપીવાની સગવડ આપી શકતા નથી. અમે તો દુઃખી દુઃખી થઈ ગયા. વૈરીની જેમ નાગદત્તે અમને દુઃખ આપ્યું. નાગદત્તે દરેકને સમતા રાખવા કહ્યું. સૌ કોઈ પોતાના પુણ્ય-પાપથી સુખી-દુઃખી થાય છે. પર તો નિમિત્ત માત્ર જ છે. ઈત્યાદિ સમજાવવાપૂર્વક પોતે પંચપરમેષ્ઠિનું ધ્યાન કરતો છતો ઉપવાસમાં લીન થાય છે.
ત્યાંથી થોડેક દૂર સિંહલદ્વીપ છે. ત્યાં “જીવાહતારતિ” નામનો રાજા છે. (જીવોને મત નહીં હણવામાં જ કાતિ અતિશય પ્રીતિવાળો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org