Book Title: Samkitna Sadsath Bolni Sazzay
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૩૧ માંદા સાધુની હું વૈયાવચ્ચ ન કરી શકી. ધર્મ પ્રત્યેની આવી દઢતા જાણી દેવ પોતના મૂળરૂપે પ્રગટ થઈ તુલસાને કહે છે કે હે તુલસા ! તારું જીવન ઘણું પવિત્ર છે. ઇન્દ્ર દેવસભામાં વખાણ્યું તેથી પણ તું અધિક ધર્મિષ્ઠ છે. તારા સમ્યકત્વવ્રતની સ્થિરતાથી હું પ્રસન્ન થયો છું. વરદાન માગ. સુલતાએ કહ્યું કે હે દેવ ! જો તમે પ્રસન્ન જ થયા હો તો અમને રત્નભૂત પુત્રો આપો. પ્રસન્ન થયેલા દેવે ચમત્કારિક ૩૨ ગુટિકા આપી. અને કહ્યું કે ક્રમશઃ એક-એક ગુટિકા ખાજો. જેનાથી તમને ૩૨ પુત્રરત્નોની પ્રાપ્તિ થશે. તથા કોઈ સંકટ સમય આવે તો મારું સ્મરણ કરજો. હું પ્રત્યક્ષ આવીશ. એમ કહી દેવ સ્વર્ગમાં ચાલ્યા ગયા. સુલતાએ મનમાં વિચાર્યું કે બત્રીસ વખત પ્રસવ પીડા સહન કરવી પડે. ધર્મક્રિયામાં પણ વધુ સમય વિપ્ન થાય. તેથી બત્રીસલક્ષણો એક પુત્રરત્ન શ્રેષ્ઠ છે. એમ સમજી એકી સાથે બત્રીશ ગુટિકાઓ તે ખાઈ ગઈ. ગુટિકાઓ પ્રભાવશાળી અને મંત્રાધિષ્ઠિત હોવાથી તેણીને એકીસાથે બત્રીસ ગર્ભો રહ્યા. ગર્ભની પીડાથી તે દુઃખી થવા લાગી. અવસરે તેણે તે દેવનું સ્મરણ કર્યું. દેવે પ્રત્યક્ષ થઈ કહ્યું કે હે તુલસા ! આ ગુટિકાઓ ક્રમશઃ ખાવાની હતી. તમે એકી સાથે લીધી તે બરાબર કર્યું નથી. તમારી ગર્ભની પીડા હું દૂર કરી શકું છું. ગર્ભકાલ સુધી તમને પીડા થશે નહીં. પરંતુ એકી સાથે જન્મેલા આ બત્રીસેનું આયુષ્ય ગુટિકાના પ્રભાવે સમાન હોવાથી મૃત્યુ પણ સાથે જ થશે. એમ કહી દેવ ચાલ્યા ગયા.
“ભાવિ જે કંઈ બને છે તે સર્વે આપણાં પૂર્વકૃત કર્મોનું ફળ જ છે” એમ વિચારતી સુલસાએ ધર્મમાં મતિ સ્થિર કરી. ગર્ભ કાલપૂર્ણ થયે છતે બત્રીસ લક્ષણો યુક્ત એવા બત્રીસ પુત્રોને તેણીએ જન્મ આપ્યો. નાગસારથિએ નગરજનોને બોલાવી અવર્ણનીય એવા પુત્રોનો જન્મ મહોત્સવ કર્યો. પુત્રો અનુક્રમે યુવાવસ્થાને પામ્યા. યુદ્ધમાં શુરવીર, નિર્ભય, કલાવાનું, અને ગુણોપેત તેઓ થયા. નાગસારથિ શ્રેણિકરાજાના સારથિ હોવાથી આ પુત્રો શ્રેણિકરાજાની પાસે વધુ રહેવાવાળા અને રાજપ્રિય બન્યા.
હવે એક વખત ચંપાનગરીના ચેટકરાજાની સુયેષ્ઠા નામની પુત્રીને પરણવાની ઇચ્છાવાળા શ્રેણિકરાજાએ રાજગૃહી નગરીથી સુરંગ દ્વારા
Jain Education International
For Private & Personal Use Only.
www.jainelibrary.org