Book Title: Samkitna Sadsath Bolni Sazzay
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૩૪ રૂપ કરીને સમવસરણમાં બેસીને ધર્મોપદેશ આપ્યો. ત્યાં પણ સુલસા તેને નમસ્કાર કરવા ન આવી. તેથી અંબડે એક પુરુષને બીજુ રૂપ કરીને સુલસાને સમજાવવા મોકલ્યો કે, હે સુલસા ! આજે તો તીર્થકર ભગવાનું પધાર્યા છે. આ પચ્ચીસમા તીર્થંકર છે. વીતરાગની વાણી છે. તમે સાંભળવા તથા નમસ્કાર કરવા કેમ આવતાં નથી ?
હે ભદ્ર ! આ તીર્થકર નથી. એક ચોવીશીમાં ચોવીશ જ તીર્થકરો હોય છે. મહાવીરસ્વામી જ તીર્થંકર છે. આ કોઈ માયાવી ધૂર્ત છે.
પુરુષ-હે સુલસા ! આખું ગામ તેમને વંદન કરવા આવે છે. તેમનું પ્રવચન સાંભળે છે. તમે કેમ આવતાં નથી ? ખરેખર આ ભગવાન જ છે.
સુલતા-હે ભદ્ર ! પચ્ચીસમા તીર્થકર થયા નથી અને થતા નથી. માટે આ જુઠ-બનાવટ અને છેતરપિંડી જ છે. સત્ય નથી.
પુરુષ-હે તુલસા ! માનો કે આ માયા હોય તો પણ આવા ધર્મોપદેશથી જૈનશાસનની તો પ્રભાવના જ થાય છે ને ! તમે કેમ સમ્મત થતાં નથી!
સુલતા-હે ભદ્ર! આમ કરવાથી પ્રભાવના થતી નથી. પરંતુ અપ્રભાવના જ થાય છે. જ્યારે સાચા જ્ઞાની લોકો આ માયા જાણે છે ત્યારે ખોટું કરવા બદલ જૈનશાસનની કેટલી અપભ્રાજના-આશાતના થાય છે!
ત્યારબાદ તે અંબડે પોતાનું માયાવી રૂપ સંકેલી લીધું. અને પોતાને પૂર્ણ ખાત્રી થઈ કે ભગવાને સભામાં સુલતાને ધર્મલાભ જે કહેવરાવ્યો તે યોગ્ય જ હતો. પોતાનું સહજ રૂપ કરીને નિસીહિ કરીને સુલતાના ઘરમાં શ્રાવકપણે પ્રવેશ કર્યો. સુલસાએ પણ તેનો સાધર્મિકભાઈ તરીકે આદર-સત્કાર કરી પોતાના ઘરમાં રહેલાં જિનબિંબોનાં દર્શન-વંદન કરાવ્યાં. હર્ષપૂર્વક પરમાત્માનાં દર્શન કરીને તે અંબડે કહ્યું કે હે તુલસા ! ખરેખર તમે મહાધાર્મિક પરમ શ્રાવિકા છો. પરમાત્મા મહાવીર દેવે મારી સાથે તમને ધર્મલાભની શુભાશિષ કહેવરાવી છે. તે સાચે જ તમે યોગ્ય છે. મેં પરીક્ષા અર્થે તમને આ બધી પ્રતિકુળતાઓ સર્જી હતી. તે બદલ હું તમારી ક્ષમા માગું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org