Book Title: Samkitna Sadsath Bolni Sazzay
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૩૭ ચરણકમલમાં ભાવપૂર્વક નમસ્કાર કરી સ્તુતિ કરી કે હે વીતરાગ પરમાત્મા! તમારા દર્શનના વિરહથી ત્રણ દિવસ વર્ષતુલ્ય થયા. હવે એવો એક પણ દિવસ ન આવજો કે જે દિવસે સંસારસાગરથી તારનારું તમારું દર્શન ન થાય. આવી સિંહગોપાલની ભક્તિથી ખુશ થયેલો તે બિંબનો અધિષ્ઠાયક દેવ કહેવા લાગ્યો કે હે સિંહ ! તારી ભક્તિથી હું તારા ઉપર પ્રસન્ન થયો છું. વરદાન માગ. સિંહ કહે છે કે હે દેવ ! જો તમે પ્રસન્ન જ થયા હો. તો મને રાજ્ય આપનારા થાઓ. દેવે કહ્યું કે ભલે, એમ હો. પરંત તારે છ મહીના રાહ જોવી પડશે. સિંહે પણ કહ્યું કે ભલે, એમ હોજો. ત્યાર બાદ દેવ અંતર્ધાન થયા. સિંહે ઘેર આવી ભોજન-પાનાદિ કાર્ય કર્યું. રાજ્ય-પ્રાપ્તિના આનંદમાં પ્રતિદિન ગાયો ચરાવતાં અને ઋષભદેવની પૂજા-સેવા-ભક્તિ કરતાં છ મહીના એક દિવસની જેમ પસાર થયા. છ માસના અંતે ગાયો ચરાવતાં થાકેલો તે એક વૃક્ષની ઘટા નીચે ભૂમિતલ ઉપર સૂતો છે. તે જ દિવસે તે નગરનો રાજા અપુત્રીયો જ મૃત્યુ પામ્યો. સર્વ પુરોહિતોએ અને મંત્રીઓએ મંત્રણા કરીને (૧) પટ્ટગજ, (૨) પટ્ટ અશ્વ, (૩) છત્ર, (૪) ચામરયુગલ, અને (૫) મંત્રપૂર્ણ કલશ સ્વરૂપ પંચદિવ્યો કર્યા. તે રાજમંદિરથી નિકળ્યાં. રાજમાર્ગો ઉપર બન્ને બાજુ માનવમેદની હોવા છતાં તેમાં મંત્રી, અમાત્યો, પુરોહિતો અને બુદ્ધિજીવી, અનેક લોકો હોવા છતાં ગામ બહાર જઈ વૃક્ષ નીચે સૂતેલા અને જીર્ણ-શીર્ણ મલીન વસ્ત્રવાળા સિંહ ઉપર પંચ દિવ્યોએ અભિષેક કર્યો. તેથી મંત્રી આદિ લોકોએ સિંહનાં વસ્ત્રો બદલાવી, આભૂષણો પહેરાવી, હાથી ઉપર ચડાવી મહોત્સવ પૂર્વક નગરપ્રવેશ કરાવ્યો. અને સિંહાસન ઉપર બેસાડી રાજ્યાભિષેક કર્યો.
ત્યાં રહેલા કેટલાક રાજસુભટો, કે જેઓએ યુદ્ધોમાં ઘણીવાર વિજય મેળવ્યો છે તે તથા બુદ્ધિજીવી કેટલાક પુરોહિતો, અમાત્યો વગેરે કહેવા લાગ્યા કે આવા ગાયો ચારનારા ભરવાડને અમે નમસ્કાર કેમ કરીએ ? આ શું રાજાના પદને યોગ્ય છે ? એમ તિરસ્કાર અને અપમાન કરતા રાજાની સમાન આસને બેઠા. રાજા પણ પોતાના અપમાનથી દુઃખી થયો અને જોરથી કહેવા લાગ્યો કે અરે છે કોઈ સુભટ ! કે જે મારૂં
૨ ૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org