Book Title: Samkitna Sadsath Bolni Sazzay
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૩૯ સર્વેએ ઘણા જ હર્ષથી રાજાની આજ્ઞા સ્વીકારી મહામહોત્સવપૂર્વક સિંહરાજાનો નગર પ્રવેશ કરાવ્યો. સર્વત્ર તેની આજ્ઞાનું સામ્રાજ્ય વ્યાપ્યું. ત્યારબાદ નદીકીનારે સુંદર જિનાલય બંધાવી ત્યાં ઋષભદેવપ્રભુની પ્રતિમા સ્થાપન કરી જૈનધર્મની ઘણી પ્રભાવના કરી. ઋષભદેવ પ્રભુની મૂર્તિનો સુંદર વરઘોડો કાઢ્યો. સર્વે નગરજનોમાં જૈનધર્મનાં બીજ આરોપ્યાં. જૈનધર્મના રસિક બનાવ્યા. આ રીતે જૈનશાસનની પ્રભાવના કરવી અને કરાવવી એ સમ્યકત્વવ્રતનું પાંચમું ભૂષણ જાણવું. આ રીતે આ ભૂષણો સમજાવ્યાં. આભૂષણોથી જેમ શરીર શોભે તેમ આ પાંચ ગુણોરૂપી આભૂષણોથી સમ્યકત્વવ્રતરૂપી શરીર શોભે છે. ૪૦.
UDIO
ASS
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org