________________
ઢાળ આઠમી
અધિકાર આઠમો
સમ્યકત્વનાં પાંચ લક્ષણો લક્ષણ પાંચ કહ્યાં સમકિત તણાં, ધુર ઉપશમ અનુકૂળસુગુણનર, અપરાધીશું પણ નવિ ચિત્ત થકી, ચિંતવીએ પ્રતિકૂળ,
સુગુણ નર શ્રી જિનભાષિત વચન વિચારીએ. ૪૧ સુરનર સુખ જે દુઃખ કરી લેખ,વંછે શિવસુખ એક સુ૦૧૦ બીજું લક્ષણ તે અંગી કરે, સાર સંવેગ શું ટેક. સુગુણ નર. ૪૨ નારક ચારક સમ ભાવ ઉભગ્યો, તારક જાણીને રે ધર્મ. સુન૦ ચાહે નીકળવું નિર્વેદ તે, ત્રીજું લક્ષણ મર્મ. સુત્ર ન૦ ૪૩ દ્રવ્યથકી દુઃખીયાની જે દયા, ધર્મણાની રે ભાવ. સુ0 નવે ચોથું લક્ષણ અનુકંપા કહી, નિજશકતે મન લાવ. સુ0 ન૦ ૪૪
જે જિન ભાખ્યું તે નહીં અન્યથા” એવો જે દૃઢ રંગ. સુ0 તે આસ્તિકતા લક્ષણ પાંચમું, કરે કુમતિનો ભંગ. સુ0 ન૦ ૪૫
ગાથાર્થ - શાસ્ત્રમાં સમ્યકત્વનાં પાંચ લક્ષણો કહ્યાં છે. તે પાંચ લક્ષણોમાં “ઉપશમ'' નામનું પ્રથમ લક્ષણ છે. જે સમ્યકત્વને અનુકૂળ છે. આપણો અપરાધ કરનારા મનમાં પણ અહિત ન વિચારવું તે પ્રથમ લક્ષણ છે. હે સુગુણી પુરુષો ! શ્રી જિનેશ્વર પરમાત્માનાં વચનોનો હંમેશાં ખૂબ વિચાર કરો કે જે અમૃત સમાન છે. ૪૧
દેવલોકનાં અને મનુષ્યલોકનાં ભોગસુખોને જે દુઃખ કરીને માને. માત્ર મોક્ષસુખને જ ઇચ્છે તે “સંવેગ” નામનું બીજું લક્ષણ જાણવું. ૪૨
“ધર્મ” એ જ સંસારથી તારનાર છે એમ સમજી નારકી સમાન અને જેલખાના સમાન એવા આ સંસારમાંથી ઉગવાળો બની માત્ર નીકળવાનું જ ચાહે તે “નિર્વેદ” નામનું ત્રીજું લક્ષણ જાણવું. ૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org