Book Title: Samkitna Sadsath Bolni Sazzay
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૩૬
નામના ધનવાનું શ્રેષ્ઠીને ઘરે ગયો. તેનું સત્ય પરાક્રમ જાણીને સુબંધુએ તેને પોતાની ગાયોની રક્ષામાં નીમ્યો. તે સમયસર ગાયોને જંગલમાં ચરાવવા લઈ જાય છે. સંપૂર્ણ સાવધાનીથી ગાયોની રક્ષા કરે છે. સાયંકાલે ઘેર લાવે છે. અને સ્વતંત્રપણે ગોપાલક્રીડા કરતો આનંદ-ભેર જીવન જીવે છે. એક વખત વર્ષાઋતુ આવી. મન મુકીને મુસલધારે મેઘરાજા વરસ્યા. જેથી ગાયોને આખો દિવસ ચરાવી સધ્યા સમયે ગામ તરફ જતાં વચમાં આવતી નદી તોફાની તરંગોથી ભરપૂર બની. પ્રબળવેગે પાણી વહેવા લાગ્યું. સામે કિનારે જવું ઘણું જ મુશ્કેલ બન્યું. તેથી સર્વ ગાયો સહિત વૃક્ષોની ઘટા નીચે આખી રાત પસાર કરી. પ્રભાતે નદીનાં પૂર ઓસર્યા. પાણીની ગતિ મંદ થઈ. હવે નદી પાર થાય એમ છે કે નહીં? તેની . તપાસ કરવા તે કિનારા તરફ જાય છે. ત્યાં રાત્રે આવેલા પાણીના પુરથી નદીના કિનારાઓમાં મોટી-મોટી તિરાડ પડેલી હતી. તે તિરાડમાં એક સુંદર મણિમય એવી શ્રી ઋષભદેવ પ્રભુની મૂર્તિ જોઈ. મૂર્તિનાં દર્શન થતાં જ પોતાને ધન્યાતિધન્ય માનતો આનંદવિભોર બન્યો. તે મૂર્તિને પાણીથી પ્રક્ષાલન વડે અને પોતાને મૂર્તિના દર્શનવડે નિષ્પક કરવા લાગ્યો. ત્યાં જ એક સ્થાન ઉપર ઘાસની ઝૂંપડી બનાવી, પત્થરની વેદિકા કરી તેના ઉપર મૂર્તિનું સ્થાપન કરી ભક્તિપૂર્વક નમન-વંદન કરી પ્રતિદિન પૂજા-સેવા કરવામાં તત્પર થયો. ગાયોને ચરાવવા જતાં અને આવતાં પ્રભુની સ્તુતિ કરતાં કહે છે કે હે પરમાત્મા ! હું વધુ જાણતો નથી. પરંતુ “તમારા દર્શન વિના ભોજન કરીશ નહી” એમ કહી દરરોજ પ્રભુભક્તિ અને પૂજાદિ કાર્ય કરે છે. એમ કરતાં ફરીથી વર્ષાઋતુ આવી. મેઘરાજા મૂસળધારે વરસ્યા. નદી બન્ને કિનારે છલોછલ વહેવા લાગી. ગાયોને ચરાવવા ઘરથી નીકળ્યો પરંતુ નદીના સામે કિનારે જઈ શક્યો નહિં. ઘર તરફના જ કિનારે ગાયોને ચરાવી સાયંકાલે ઘેર આવ્યો. ઘરના લોકોવડે અનેક પ્રકારે સમજાવવા છતાં ભોજન લેતો નથી. એમ ત્રણ દિવસો પસાર થયા.
ચોથા દિવસે નદીના પાણીનાં પૂર ઓસરતાં સામે કિનારે જઈ અસીમ આનંદનાં આંસુઓથી મિશ્ર નયન કમલવાળા તેણે યુગાદિદેવના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org