________________
૧૩૫
એમ કહી અંબડ-શ્રાવક ત્યાંથી નીકળ્યા. નાગસારથિ અને સુલસા શ્રાવિકાએ પોતાનું શેષજીવન ધર્મમાર્ગમાં ઓતપ્રોતપણે પૂર્ણ કર્યું. આ સુલસા શ્રાવિકાની જેમ સમ્યકત્વવ્રતમાં દઢ-સ્થિર રહેવું તે સમ્યત્વવ્રતનું ચોથું ભૂષણ છે. ૩૯
(૫) જૈનશાસનની પ્રભાવના-નાના-મોટા મહોત્સવો કરવા વડે, તીર્થયાત્રા રથયાત્રા, વરઘોડા આદિ વડે જૈનશાસનની પ્રભાવના કરવી. અન્યધર્મી લોકો પણ જૈનશાસન પામે તેવી ધર્મદેશના કરવી. રાજસભામાં ઉત્તમ રીતે જૈનધર્મનું પ્રવચન કરવું. સાધુ-સંતોનાં ભભકાદાર સામૈયાં કરવાં ઇત્યાદિ કાર્યો કરવાં તે પ્રભાવના નામનું સમ્યકત્વવ્રતનું પાંચમું ભૂષણ જાણવું. આ ભૂષણ માટે શાસ્ત્રમાં કહ્યું છે કે “મવિગુરૂપૂરિ '' અહીં સિંહકુમારનું દૃષ્ટાન્ત છે. તે આ પ્રમાણે
રાજગૃહી નામની નગરીમાં એક સમયે “શ્રી સુગ્રીવ” નામનો રાજા રાજ્ય કરતો હતો. તે રાજાના રાજ્યનો બધો જ કાર્યભાર સંભાળનાર સર્વજનમાન્ય અને રાજાને અતિશય માનનીય “અરિસિંહ” નામનો મુખ્યસેવક હતો. તેને શૂરવીરતાથી સિંહને પણ જિતનાર એવો “સિંહ” નામનો બળવાનું પુત્ર હતો. તે પુત્ર ઉંમરલાયક થતાં એકવખત મનમાં વિચારે છે કે “મારા પિતાની જિંદગીને ધિક્કાર હોજો કે જેથી અલ્પ ધનની પ્રાપ્તિ માટે રાજાની આટલી ખુશામત કરવી પડે છે. ધનવાનોની સેવા કરવી તે કુતરાની આજીવિકા કરતાં પણ હલકી છે. શાસ્ત્રમાં કહ્યું છે કે-”
सेवा श्ववृत्तिर्यैरुक्ता, न तैः सम्यगुदाहृतम् । श्वानः कुर्वन्ति पुच्छेन, चाटु मूर्ना तु सेवकाः ॥१॥
ધનવાનોની સેવા કુતરાની આજીવિકા તુલ્ય છે. એવું જે પુરુષો વડે કહેવાયું છે તે બરાબર કહેવાયું નથી. કારણ કે કુતરાઓ તો દાતાર પાસે પૂંછડાથી કાલાવાલા કરે છે જ્યારે સેવકો તો દાતાર પાસે મુખથી કાલાવાલા કરે છે. (તેથી આ ઘણી હલકી આજીવિકા છે.)
પોતાના આ વિચારો પિતાને કહીને રાજસેવા કરવાની ઇચ્છા ન હોવાથી પિતાની આજ્ઞા લઈને ઘરેથી નીકળી તે જ ગામમાં સુબંધુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org