________________
૧૩૩ પણ મૃત્યુ આવે છે તો આપણી વાત તો કરવી જ શું ? ઇત્યાદિ વૈરાગ્યવાહિની દેશનાથી પ્રતિબોધી શોક રહિત કર્યો. ત્યારબાદ તે દંપતી સાંસારિક ભાવોથી વિરકત થઈ ધર્મકાર્યમાં જ વધુ પ્રવૃત્તિશીલ રહે છે. અને ધર્મમય જીવન ગાળે છે.
એક વખત પરમાત્મા મહાવીર પ્રભુ ચંપાનગરીમાં સમોસર્યા. ત્યાં દંડ-છત્ર ધારણ કરનારો એવો અંબડ નામનો ઉત્તમશ્રાવક આવીને પ્રભુને નમસ્કાર કરી ધર્મદેશના સાંભળવા બેઠો. ધર્મદેશના પૂર્ણ થયે છતે ભક્તિપૂર્વક પ્રભુને પ્રણામ કરી આકાશગામિની વિદ્યાથી જેટલામાં રાજગૃહી નગરી આવવા પ્રયાણ કરે છે તેટલામાં પરમાત્માએ સ્વયં કહ્યું કે રાજગૃહીમાં નાગસારથિની પત્ની સુલતાને અમારા ધર્મલાભ કહેવા પૂર્વક અમારા આ આશીર્વાદથી આનન્દ્રિત કરજો. આંબડે “તદત્તિ” કહી ભગવાનની વાત સ્વીકારી આકાશમાર્ગે ઉડ્ડયન કર્યું. રાજગૃહી નગરીમાં સુલતાના ઘરની બહાર ઉતરાણ કરીને વિચાર્યું કે જે શ્રાવિકાને પરમાત્માએ ધર્મલાભ કહેવરાવ્યા. તે જીવની હું પરીક્ષા કરું.
એમ વિચારી બાવા-જતિનું ઉલ્કટ રૂપ બનાવી સુલતાના ઘરમાં પ્રવેશ કર્યો અને “મને ભિક્ષા આપો” એમ યાચના કરી. સુલસાએ પોતાની પ્રતિજ્ઞા સંભાળી. “સત્પાત્ર” વિના હું કોઈને પણ પૂજ્યબુદ્ધિએ દાન આપતી નથી. (અનુકંપાબુદ્ધિથી સર્વત્ર દાન કરી શકાય. પરંતુ ઉપકારી કે પૂજ્ય બુદ્ધિએ દાન સત્પાત્રમાં જ થાય) એમ કહી ઈતરસાધુને દાન ન આપ્યું. ત્યારબાદ તે અંબડે ત્યાંથી નીકળીને ગામની પૂર્વદિશાની ભાગોળમાં ચાર મુખવાળું, ચાર ભુજાવાળું, જનોઈ અને જટાવાળું બ્રહ્માનું રૂપ કરીને સાવિત્રી સહિત ઉંચાસને બેસી લોકોને ધર્મોપદેશ આપવા માંડ્યો. એક સુલસાને છોડી આખું ગામ તેમને નમસ્કાર કરવા માટે આવ્યું. બીજા દિવસે દક્ષિણદિશામાં શંખ-ચક્ર-ગદા આદિથી યુક્ત વિષ્ણુભગવાનનું રૂપ કરી લક્ષ્મીસહિત ઉંચાસને બેસી ધર્મોપદેશ આપ્યો.
ત્યાં પણ સુલસા નમસ્કાર અર્થે ન આવી. ત્રીજા દિવસે પશ્ચિમદિશામાં શંકરનું રૂપ કરી પાર્વતી સહિત ઉચ્ચ આસને બેસીને ધર્મોપદેશ આપ્યો. ત્યાં પણ તુલસા ન આવી. ત્યારબાદ ચોથા દિવસે ઉત્તરદિશામાં તીર્થકરનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org