Book Title: Samkitna Sadsath Bolni Sazzay
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૩૨ ચંપાનગરી તરફ પ્રયાણ કર્યું. તેની સાથે સુલસાના બત્રીસે પુત્રો બત્રીસ રથો સાથે અનેક સુભટો સાથે ચાલ્યા. ચંપાપુરીમાં ચેટકરાજાની પુત્રી સુયેષ્ઠા શ્રેણિકરાજાનું ગુપ્ત રીતે આગમન જાણી રોમાંચિત થઈ. પોતાની નાની બહેન ચલ્લણાને તેણીએ સઘળી વાત કહી. ચેલ્લણાએ કહ્યું કે હે બહેન ! તારો વિરહ મારાથી ખમાશે નહીં. માટે પ્રથમ મને શ્રેણિક રાજાના રથમાં બેસાડ. પછી તું બેસ, સુયેષ્ઠાએ પોતાની નાની બહેન ચલ્લણા ઉપર અત્યન્ત રાગને લીધે શ્રેણિકના રથમાં તેને પહેલી બેસાડી અને હું રત્નોનો ભરેલો કરંડીયો લઇને આવું છું. એમ કહી રત્નોનો કરંડીયો લેવા ઘરમાં ગઈ. તેટલામાં તુલસીના પુત્રોએ રાજાને કહ્યું કે હે શ્રેણિકરાજા ! શત્રુના ઘરમાં વધુ સમય રહેવું તે સારું નહીં. એવી સલાહથી રાજા તથા સુભટો સુરંગદ્વારા રાજગૃહી તરફ ચાલવા લાગ્યા. સુજ્યેષ્ઠા રત્નોની કરંડીયો લઈને આવી ત્યાં સુધી શ્રેણિક મહારાજા ઘણા દૂર દૂર નીકળી ગયા હતા. સુચેષ્ઠા મનમાં પસ્તાઈ. તેથી તેણીએ શોરબકોર કરી મૂક્યો કે શ્રેણિકરાજા ચેલણાનું હરણ કરી ગયા. તેથી ચેટકરાજા સૈન્ય સહિત શ્રેણિક રાજા તરફ યુદ્ધ માટે જવા તૈયાર થાય છે.
ત્યાં એક વૈરંગિક નામનો સુભટ ચેટકરાજાને રોકે છે અને પોતે જ લશ્કર સાથે સુરંગમાં યુદ્ધમાં ઉતરે છે. બળવાન એવો તે વૈરંગિકસુભટ સુલતાના બત્રીસે પુત્રો જે યુદ્ધમાં પ્રથમ લડી રહ્યા છે. તેમાંના એકને તલવાર વડે હણે છે. તેથી સમાનાયુષ્ક હોવાથી બત્રીસે મૃત્યુ પામે છે. તે બત્રીસે પુત્રોના રથ પાછા કાઢે તો જ શ્રેણિકરાજા સુધી પહોંચી શકાય તેમ હતું. કારણ કે સુરંગ સાંકડી હતી. એક સાથે બે રથો આવ-જા કરી શકે તેમ ન હતું. તેથી શ્રેણિકરાજાનો રથ ઘણો જ આગળ નીકળી ગયો. તેણે ચેલ્લણા રાણી સાથે ગાન્ધર્વવિધિથી લગ્ન કર્યા. નાગસારથિ અને સુલતાને જ્યારે બત્રીસે પુત્રો મૃત્યુ પામ્યાના સમાચાર મળ્યા. ત્યારે તે બન્ને ઘણાં જ શોકાતુર થયાં. છાતી ફાટ રૂદન કરવા લાગ્યાં. દૈવને ધિક્કારવા લાગ્યાં. સ્નાન-પાન-ભોજન અને નિદ્રાદિમાં ઉદાસીન થયાં. તે જોઈને અભયકુમાર સહિત શ્રેણિક રાજાએ પરમાત્મા મહાવીર પ્રભુનો ધર્મ સમજાવવા દ્વારા સાત્ત્વન આપ્યું. અને કહ્યું કે સર્વે ભાવો ક્ષણભંગુર છે. તથા સર્વે જીવો મૃત્યુને પરવશ છે. તીર્થંકર પરમાત્મા જેવા મહાપુરુષોને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org