Book Title: Samkitna Sadsath Bolni Sazzay
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૩૦ કરવામાં અને સંતોની સેવા-કરવામાં દૃઢવ્રતવાળી હતી. એક વખત તેનો પતિ નાગસારથિ પુત્રની ચિંતામાં ઉદાસ છે. મુખને હાથ ઉપર ટેકાવીને વિચારે છે કે હું મારા પુત્રોને ક્યારે લાલન-પાલન કરીશ! સુલતા ઉદાસચિત્તવાળા પતિને જોઇને પૂછે છે કે ઉદાસ કેમ છે ! નાગસારથિએ “પુત્રનો અભાવ” એ ઉદાસીનતાનું કારણ જણાવ્યું. સુલતાએ કહ્યું કે હે નાથ ! તમને બીજી પણ અનેક કન્યાઓ પ્રાપ્ત થાય તેમ છે. તે કન્યાઓને પરણી મનવલ્લભ પુત્ર જરૂર પ્રાપ્ત કરો. નાગસારથિએ કહ્યું કે હે સુલતા! આ જન્મમાં તું જ મારે કલ્પવેલડી તુલ્ય છો. તેથી અન્ય કન્યાઓ વડે સર્યું. પરંતુ તારી કુક્ષિથી ઉત્પન્ન થયેલા બાળકને હું ઇચ્છું છું. તેથી કોઇ ઈષ્ટ દેવનું આરાધન કરી તેને ખુશ કરી પુત્રરત્ન પ્રાપ્ત કર. તુલસાએ કહ્યું કે પ્રાણાન્ત પણ હું વીતરાગ વિના અન્યદેવને મન-વચન-કાયાથી આરાધું કે નહીં. પરંતુ વીતરાગપરમાત્માની તથા તેમના ધર્મની સવિશેષ આરાધના કરીશ. આ ધર્મ જ અચિન્ય ચિંતામણિ તુલ્ય છે. તે જરૂર આપણા મનવાંછિતને પૂરશે. એમ કહી આયંબિલ આદિ વિશિષ્ઠ ધર્મારાધન કરવા લાગી.
એક વખત ઇંદ્રમહારાજાએ દેવસભામાં સુલતાની ધર્મદઢતાની ઘણી પ્રશંસા કરી. તે પ્રશંસા ન સહી શકનાર એક દેવ તુલસાની પરીક્ષા કરવા માટે સાધુનો વેષ સજીને સુલતાના ઘરે આવ્યો. પરમાત્માની પૂજામાં આસક્ત એવી તે સુલસી તુરત ઉઠીને મુનિ સમજીને ભાવપૂર્વક પ્રણામ કરે છે. અને ઘેર આવવાનું કારણ પૂછે છે. મુનિ કહે છે કે એક માંદા મુનિની સેવા માટે “તૈલ” સારૂં હું અહી આવ્યો છું. આ સાંભળી અત્યન્ત હર્ષિત થયેલી સુલસા પોતે બનાવેલા લક્ષપાક તૈલની સાર્થકતા થશે એમ માનતી ભાવપૂર્વક વહોરાવવા માટે તૈલ લેવા સારુ ઘરમાં જાય છે. તૈલનો ઘડો લઈને આવતાં દેવપ્રભાવથી તે ફૂટી જાય છે. છતાં તે જરા પણ ખેદ પામતી નથી. એમ ક્રમશઃ ભરી રાખેલા એક પછી એક એમ કુલ સાત ઘટ ઘરમાંથી તે લાવી. દેવશક્તિથી તે સાતે ઘટો ફટી ગયા. છતાં સુલસા જરા પણ ચિંતાતુર થતી નથી. પરંતુ મનમાં વિચારે છે કે હું કેવી દુર્ભાગી છું. કે સાધુસંતોની સેવાનો મને લાભ ન મળ્યો.
લાવી. દેવી પરંતુ
મળે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org