Book Title: Samkitna Sadsath Bolni Sazzay
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
ત્યારબાદ ગામલોકોને બોલાવી કહે છે કે આ પરિવ્રાજકના ઘરમાં ચોરાયેલો તમામ સામાન તથા સ્ત્રીઓ છે. માટે જેની જેની જે જે વસ્તુઓ હોય અને જેની જેની જે જે સ્ત્રી ચોરાઈ હોય તે સૌ પોત-પોતાની વસ્તુઓ અને સ્ત્રીઓ ઓળખી-ઓળખીને લઈ જાઓ. નગરજનો ઘણા જ આનંદ પામ્યા. દરેક પોતાની વસ્તુઓ તથા પોતાની સ્ત્રીઓને ઓળખીને લઈ જાય છે. તે ચોરાયેલી સ્ત્રીઓમાં “કામિની” નામની સ્ત્રી હતી. તે સ્ત્રીને પરિવ્રાજકે કામણમણથી પોતાના તરફ “અસ્થિમજ્જાની જેમ અતિશય અનુરાગવાળી કરી હતી. તેથી તેણીનો મૂલપતિ તેને ઓળખે છે. પ્રેમભર્યા વચનોથી બોલાવે છે તો પણ પરિવ્રાજક તરફ અનુરાગવાળી તે પોતાના મૂલપતિને જોતી પણ નથી. પ્રત્યુત્તર પણ આપતી નથી. કેટલાક અનુભવી નગરજનોએ કહ્યું કે કામણમણથી આ સ્ત્રી પરિવ્રાજક તરફ અતિશય અનુરાગવાળી બની છે તેથી તે કામણટુમણનો પ્રયોગ દૂર કરવા માટે અગ્નિથી બળેલાં હાડકાંને દૂધથી ધોઈને આ સ્ત્રીને પીવરાવવાં જોઈએ. તો જ સ્વસ્થ થશે. તેના પતિ વગેરે સ્વજનોએ તેવો પ્રયોગ કર્યો. તેથી તે કામિની સ્ત્રી સ્વસ્થ થઈ. અને પરિવ્રાજકનો અનુરાગ છોડી મૂલસ્થિતિમાં આવી. આ વાર્તાનો ઉપનય એવો છે કે જેમ આ સ્ત્રી પરિવ્રાજક ઉપર અતિશય અનુરાગવાળી બની હતી. તેવી રીતે સમ્યકત્વવંત જીવોએ જૈનશાસનના, તથા પંચમહાવ્રતધારી સાધુ-સાધ્વીના અતિશય અનુરાગી થવું જોઈએ. અને અનુરાગપૂર્વક સેવા-ભક્તિમાં તત્પર બનવું જોઇએ.
(૪) સ્થિરતા-દઢધર્મ-અરિહંત પરમાત્માના ધર્મ પ્રત્યે અત્યન્ત દઢતા-સ્થિરતા કરવી. ગમે તેવા મિથ્યાવી રાજાઓ-પરિવ્રાજકો કે દેવોના ઉપસર્ગો આવે તો પણ ચલિત ન થવું -તેમાં ન અંજાવું તે ચોથું ભૂષણ જાણવું. કહ્યું છે કે “fથરથી ઢસમ્મત્ત” આ ભૂષણ ઉપર સુલતાશ્રાવિકાની કથા પ્રસિદ્ધ છે. તે આ પ્રમાણે
આ ભરતક્ષેત્રમાં મગધદેશની અંદર રાજગૃહી નામની નગરી છે. તેમાં “પ્રસેનજિ” નામનો રાજા છે. તેને “નાગ” નામનો સારથી છે. તે સારથીની “સુલસા” નામની ધર્મપત્ની છે જે પરમાત્માના ધર્મની અતિશય અનુરાગવાળી હતી. તથા ત્રણે સંધ્યાએ પરમાત્માની પૂજા-સેવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org