________________
૧૨૮
શાસ્ત્રમાં કહ્યું છે કે-મસ્તી આયરરળ, નદુષ્વિયં ખિળવરિસાદૂનં। તે કથા આ પ્રમાણે
“ક્રીડાગૃહ” નામનું સુખી માણસોથી ભરપૂર એક નગર હતું. ત્યાં અતિશય પરાક્રમી અમિતતેજ” નામનો રાજા હતો. તે જ ગામમાં વિદ્યા અને મંત્રબલની શક્તિવાળો એક પરિવ્રાજક હતો. તે પરિવ્રાજક વિદ્યાશક્તિના બળથી આ ગામમાં ચોરી કરતો પરંતુ પકડાતો નહીં. ગામમાં સારી સારી રત્નભૂત જે જે વસ્તુઓ હોય તે વસ્તુઓનું તથા રૂપવતી સ્ત્રીઓનું તે અપહરણ કરતો. આ ગામમાં બીજું બધું સુખ હોવા છતાં ચોરીના ઉપદ્રવથી ગામ દુ:ખી હતું. તેથી ગામલોકોએ રાજાને વિનંતિ કરી કે આપશ્રી બળવાન્ રાજા હોવા છતાં અમે આ ઉપદ્રવથી ઘણા દુ:ખી છીએ. રાજાએ પ્રજાને સાત્ત્વન આપતાં કહ્યું કે તમે ચિંતા ન કરો. પાંચ જ દિવસમાં હું આ ચોરને પકડી પાડું છું. જો પાંચ દિવસમાં ચોરને ન પકડી શકું તો અગ્નિમાં બળી મરીશ. આવી ઉત્કટ પ્રતિજ્ઞા કરીને ગામના ખૂણે ખૂણે ચોરની તપાસ માટે આરક્ષક પુરુષો મોકલ્યા. તથા ગુપ્તવેશે પોતે પણ ચોરને શોધવા નીકળ્યો. ચાર દિવસો
પસાર થયા. ચોર શોધી ન શકાયો. પાંચમા દિવસે અધિકતર રીતે શોધતાં શોધતાં રાજા આ જ પરિવ્રાજકના ઘરે સંધ્યાસમયે જાય છે. તે જ વખતે
આ પરિવ્રાજક શ્રેષ્ઠ ભોજન, શ્રેષ્ઠવસ્ત્ર અને શ્રેષ્ઠ તંબોલ-પુષ્પમાલાદિ વડે શરીર શોભાવે છે. તે જોઇને રાજાએ મનમાં નિર્ણય કર્યો કે પરિવ્રાજક હોવા છતાં આવાં સંસારના સુખો સંધ્યાસમયે જે ભોગવે છે તેથી નક્કી આ જ ચોર છે. તેથી રાજા પણ ગુપ્ત રીતે તેના ઘરમાં જુએ છે. જુદા જુદા કમરાઓમાં સુંદર વસ્ત્રો, અલંકારો, અને ચોરીને લાવેલો સામાન દેખાય છે. એક કમરામાં સુંદર રૂપવાળી ઘણી સ્ત્રીઓ પણ દેખાય છે. આ જોઇને મનમાં નિર્ણય કરીને રાજાએ પરિવ્રાજકને લલકાર્યો. હે દુષ્ટ પરિવ્રાજક ! શસ્ત્ર હાથમાં ગ્રહણ કર, મારી સાથે યુદ્ધ માટે તૈયાર થા. તારા ઇષ્ટદેવનું સ્મરણ કર. પરિવ્રાજક પણ વિદ્યા અને મંત્રના બલથી અભિમાની થઇને રાજા સાથે સમરાંગણમાં ઉત્તરે છે. રાજા પણ શક્તિશાળી હોવાથી તલવારના એક જ ઝાટકે પરિવ્રાજકનું મસ્તક છેદી નાખે છે.
("
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org