________________
૧૨૬ સર્વ સાથેનો આદરપૂર્વક સત્કાર કરાયો. સુંદર ભોજન જમાડાયાં પછી રાજાએ ભોજન કર્યું. તે સાર્થના લોકો વહાણનું કરીયાણું વેચી બીજું કરીયાણું ભરી સમુદ્રરતે પોતાના ગામ (કુસુમપુર) પહોંચ્યા.
પોતાનો પુત્ર તથા તેનો સાર્થ કમાઈને પરદેશથી આવ્યો છે તે સમાચાર સાંભળી નાગચંદ્ર દરિયાકિનારે ઉત્સાહભેર આવ્યો. પોતાના પુત્રના, સાર્થના, દરિયાઈ તોફાનના અને આપત્તિમાંથી કેવી રીતે બહાર આવ્યા, ઇત્યાદિના સમાચાર સાંભળી શ્રીનાગચંદ્ર મૂર્ણિત થયા. શીતલ ઉપચારોથી ચેતના આવી. પુત્રના ગુણો સંભાળી સંભાળીને રડવા લાગ્યા. પુત્ર વિનાનું પોતાનું જીવન એને દુઃખદાયી થયું. અણસણ સ્વીકારી જીવનને ટૂંકાવવાની ઇચ્છા થઈ. સમગ્ર વાતાવરણ શોકમય બન્યું. સૌ ઉદાસમુખે બેઠા છે. પરસ્પર જોઈ જોઈને રડે છે.
તેવામાં આકાશમાર્ગે સુંદર ચમકતી ધ્વજાવાળું અને રણઝણ વાગતી ઘુઘરીઓવાળું એક દેવવિમાન આવતું જોયું. સૌની નજર ઉંચે ગઈ. એટલામાં તો તે વિમાન આ જ શ્રેષ્ઠી પાસે આવ્યું. વિમાનમાંથી ઉતરીને સૌ સભાને આશ્ચર્ય પમાડતો વિનીતપુત્ર શ્રી નાગદત્ત બન્ને હાથ જોડીને પિતાના ચરણકમલમાં પ્રણામ કરીને ભેટી પડે છે અને શોકમાંથી બધુ આશ્ચર્ય સાથે આનંદમાં પલટાઈ જાય છે.
આનંદિત થયેલા અને વિસ્મય પામેલા પિતાએ નાગદત્તને પોતાનો પ્રસંગ કહેવા સૂચના કરી. નાગદત્તે કહ્યું કે તે પર્વતના શિખર ઉપર ભક્ષ્ય ભોજન ન હોવાથી હું પ્રતિદિવસે ઉપવાસ કરતો. અને વિદ્યાધરોએ બનાવેલા તે જિનાલયમાં બીરાજમાન શ્રી ઋષભદેવ પરમાત્માની હું ભક્તિપૂજા કરતો, તેમની રત્નપ્રતિમાની સુંદર અંગરચના કરતો. ભાવનામાં પવિત્ર ભાવ ભાવતો દિવસો પસાર કરતો હતો. હવે નક્કી ટૂંક સમયમાં મરણ આવવાનું જ છે. એમ જાણતો હું જીવન-મરણથી નિરપેક્ષપણે વર્તતો હતો. તેવામાં રત્નાભરણોથી સુશોભિત દેહવાળા ઇન્દ્રસમાન એક પુરુષને મારી સામે ઉભેલો મેં જોયો. મેં બે હાથ જોડી પ્રણામ કરી કહ્યું કે આપશ્રીનું કંઈક વૃત્તાન્ત કહો. ત્યારે તે પુરુષે કહ્યું કે વૈતાદ્યપર્વત ઉપર રહેવાવાળો વિદ્યુ—ભ નામનો હું વિદ્યાધર છું. નંદીશ્વર દ્વીપમાં
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org