Book Title: Samkitna Sadsath Bolni Sazzay
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૨૨
વિચારવા લાગ્યા કે પ્રભાતે લોકો જોશે તો જૈનમતનું માલિન્ય થશે. અને યુગાન્ત સુધી અપકીર્તિજનક બનશે. માટે મારા પ્રાણત્યાગ કરવા વડે મારે જૈનમતનું માલિન્ય અને અપયશ રોકવાં જોઈએ. અન્યથા રોકાશે નહીં એમ વિચારી તે જ છરીવડે પોતે પોતાના પ્રાણોનો ત્યાગ કર્યો. તેથી પ્રભાતે જાણ્યું છેરાજા અને ગુરુનું મૃત્યુ જેઓએ એવા રાજલોકો પાપિચ્છ એવા તે કપટી સાધુને જ નિંદવા લાગ્યા. ઘણી જગ્યાએ શોધવા છતાં તે મળ્યો નહીં ત્યારબાદ તે પાપી ઉણીનગરીમાં ગયો. ત્યાંના રાજાને કહ્યું કે મેં મારું કાર્ય આ રીતે કર્યું. તે સાંભળી ઉણીનગરીના રાજાએ પણ ધર્મકુશળ એવા ઉદાયિરાજાને જેણે હણ્યો. તેનો વિશ્વાસ કરાય નહીં એમ સમજી પોતાની નગરીમાંથી કાઢી મૂક્યો. ઉદાયીરાજા સમાધિપૂર્વક નિર્વેદ-સંવેગના પરિણામપૂર્વક મૃત્યુ પામી સ્વર્ગગામી થયા. આ પ્રમાણે ઉદાયીરાજાની જેમ ધર્મક્રિયામાં કુશળતાવાળા બનવું. ૩૬-૩૭
(૨) તીર્થસેવના : સંસાસાગર જેનાથી તરાય તે તીર્થ કહેવાય છે. તેના સ્થાવર અને જંગમ એમ બે ભેદ છે. શત્રુંજય-ગિરનારસમેતશિખર-આબુ-તારંગા આદિ એક જગ્યાએ સ્થિર રહેનારા જે તીર્થો તે સ્થાવરતીર્થ. જિનમૂર્તિ અને જિનમંદિરની વારંવાર યાત્રા કરવી. સેવા કરવી. પૂજા કરવી. એ સમ્યકત્વનું તીર્થસેવના નામનું બીજું ભૂષણ જાણવું. તીર્થોની વારંવાર યાત્રા કરવાથી હૃદય ધર્મની ભાવનાથી વાસિત રહે છે. ધર્મના સંસ્કારો વધુ દઢ થાય છે. ધાર્મિક પુરુષોનો સંસર્ગ વધે છે. શંકાદિ અતિચારો દૂર થાય છે. સમ્યકત્વ નિર્મળ બને છે. કલ્યાણક ભૂમિઓના સ્પર્શમાત્રથી પણ ભાવ બદલાય છે. માટે સ્થાવર તીર્થોની વારંવાર યાત્રા કરવી. તે બીજું ભૂષણ જાણવું.
તથા સંવેગ-નિર્વેદ પરિણામવાળો શ્રી ચતુર્વિધ સંઘ એ પણ સંસારસાગરથી તારનાર છે. અને એક ગામથી બીજે ગામ વિચરતો છે તેથી તેને જંગમતીર્થ કહેવાય છે. તેનો સંપર્ક કરવો. તેમની સાથે વધારે સહવાસ કરવો. તેમનું વ્યાખ્યાન શ્રવણ કરવું. તે પણ તીર્થસેવના નામનું બીજું ભૂષણ કહેવાય છે. સાધુ પુરુષો પોતાના અને પરના આત્મકલ્યાણ માટે (૧) સંવેગ, (૨) નિર્વેદ, (૩) ધર્મશ્રદ્ધા, (૪) ગુરુ સાધર્મિકશુશ્રુષા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org