Book Title: Samkitna Sadsath Bolni Sazzay
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૨૦
પર્વીએ પૌષધવ્રત, ચોથભક્તપૂર્વક તપનું આરાધન, છ પ્રકારનાં આવશ્યક કાર્યો, જિનેશ્વરની પૂજા, ઈત્યાદિ ધર્મકાર્યોમાં વધારે લયલીન થયો. દૃઢ સમ્યકત્વવાળા તેણે પૌષધ કરવા માટે પોતાના અંતઃપુરમાં જ એક પૌષધશાળા બનાવી. આ પ્રમાણે તે ઉદાયી રાજા જિનેશ્વર ભાષિત ધર્મકાર્યોમાં અતિશય કુશલ થયો.
ઉદાયીરાજાની સાથે યુદ્ધમાં મૃત્યુ પામેલા કોઈ એક રાજાનો પુત્ર એકલો અહીં તહીં ભટકતો પિતાના મૃત્યુનું વૈર લેવાની બુદ્ધિથી ઉદાયીરાજાને હણવાની ઇચ્છાવાળો ઉજજૈણી નગરીમાં આવ્યો. ત્યાંના રાજાની ઘણી સેવા કરી રાજાને ખુશ કરી કહ્યું કે, હે રાજન્ જો તમે સાચા મારા ઉપર પ્રસન્ન હો તો ઉદાયીરાજાને હણવાના મારા કાર્યમાં મદદ કરો અને મારા પિતાનું રાજ્ય મને પાછું અપાવો. આ સાંભળીને ઉજ્જૈણીનો રાજા ખુશ થયો. પોતાનો શત્રુ અન્યના હાથે હણાતો હોય તો કોણ આનંદ ન પામે ? રાજાએ થોડુંક લશ્કર અને ખાવાનું ભાતુ વગેરે આપ્યું. આ રાજપુત્ર ઉણીથી પાટલીપુર આવ્યો. રાજદ્વારાદિ સ્થાનોમાં ગમનાગમન કરવા છતાં, અનેકસ્થાનોમાં છિદ્ર શોધવા છતાં વજની ભીંતમાં જેમ ટાંકણી ન ઘુસે તેમ ઉદાયીરાજાને હણવાનો કોઈ ઉપાય મળ્યો નહીં. લશ્કર પણ થાકીને પાછું ચાલ્યું ગયું. ભાતું પણ ખૂટી પડ્યું. વિલખો થયેલો તે મનમાં વિચારે છે કે
अघटितघटितानि घटयति, सुघटितघटितानि जर्जरीकुरुते । विधिरेव तानि घटयति, यानि पुमान्नैव चिन्तयति ॥१॥
વિધિ (ભાગ્ય-નસીબ-કુદરત-કર્મ) જ અઘટિત કાર્યોને ઘડે છે. અને સારી રીતે ઘડાયેલાં કાર્યોને જર્જરીભૂત કરે છે. તેથી વિધિ જ તે કાર્યો કરે છે કે જે કાર્યો પુરુષે વિચાર્યા જ ન હોય.
મેં ઉદાયીરાજાને હણવાનું કાર્ય વિચાર્યું. પરંતુ અહીં એકછત્રી રાજ્ય અને રાજાનો યશ એવો છે કે મારાથી આ કાર્ય કોઈ પણ રીતે શક્ય નથી. એમ વિચાર કરતાં એક ઉપાય સૂઝે છે. આ રાજા જૈન શ્વેતામ્બર ઋષિઓનો પરમ ભક્ત છે. ધાર્મિક ક્રિયા અનુષ્ઠાન કરવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org