Book Title: Samkitna Sadsath Bolni Sazzay
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૧૯
બનશે. તેથી જન્મતાં જ મેં ઉદ્યાનની ઉજ્જડ ભૂમિમાં તને ફેંકી દીધો. ત્યાં તારી છેલ્લી આંગળી કોઈ ઝેરી પક્ષી વડે કરડાઈ. કીડા પડવાથી અતિશય દુર્ગધવાળી તે આંગળી થઈ. પુત્ર જન્મના સમાચારથી આનન્દ્રિત થયેલા તારા પિતા (શ્રેણિકરાજા) અંતઃપુરમાં આવ્યા. જન્મેલા બાળકને ન જોતાં મને ઘણો ઠપકો આપ્યો. ઉદ્યાનની ઉજ્જડ ભૂમિમાંથી તે બાળકને સખીઓ દ્વારા પાછો લેવરાવીને રાજ્યનાં બીજાં સર્વ કાર્યો ત્યજીને તને ખોળામાં લીધો. અતિશય પીડાથી રડતા એવા તારી તે રોગ-જીવાત અને દુર્ગન્ધવાળી આંગળીને રાજાએ મુખમાં ચુસીને જયાં સુધી તને પીડા દૂર ન થઈ અને તારું રૂદન બંધ ન થયું ત્યાં સુધી તે આંગળીને મુખમાં જ રાખી. એમ પ્રતિદિન કરતાં તારી આંગળી રૂઝાઈ, નિરોગી થઈ, પીડા તદન દૂર થઈ. તે રોગમુક્ત થયો. ' .
આ સાંભળતાં જ કોણિક પશ્ચાત્તાપ કરવાપૂર્વક પોતાના પિતાને - પાંજરામાંથી મુક્ત કરવા માટે ખભા ઉપર મોટો દંડ લઈને જાય છે. ત્યાં પાંજરામાં રહેલા શ્રેણિકે પિતાની હત્યા કર્યાનો અપયશ પુત્રને લાગશે એવા ભયથી પોતાની જ વીંટીમાં રહેલા વિષનું પાન કર્યું અને મૃત્યુ પામ્યા. તેથી અતિશય શોકાતુર થયેલા કોણિકને ઘણો સમજાવી રાજગૃહીને બદલે ચંપાનગરીને રાજધાની બનાવી શોક રહિત કર્યો. કાળાન્તરે આ જ કોણિક રાજા “આ ભરતક્ષેત્રમાં હું તેરમો ચક્રવત થયો છું” એમ બોલતો વૈતાદ્યપર્વતની તમિસ્રા ગુફાના બારણા ઉઘાડવા દંડ વડે તાડન કરવા લાગ્યો. તેથી કોપાયમાન થયેલા ગુફાના અધિષ્ઠાયક દેવે સૈન્ય સહિત કોણિકને બાળીને ભસ્મ કર્યો. તેથી મંત્રીઓએ બાળક હોવા છતાં ઉદાયીનો રાજ્યાભિષેક કર્યો. ઉદાયી રાજાને પિતા, દેશ, સૈન્ય અને રાજ્યલક્ષ્મી વારંવાર સ્મૃતિગોચર થવાથી રડી રડીને દિવસો પસાર કરે છે. તેથી શોક દૂર કરાવવા અને રાજ્યલક્ષ્મીનો વિકાસ કરવા મંત્રીઓએ ચંપાપુરીને બદલે “પાટલીપુત્રને રાજધાની બનાવી. ત્યાં આવીને ઉદાયી રાજા રાજ્ય કરે છે.
આ ઉદાયી રાજાની દાનસંબંધી યુદ્ધસંબંધી અને ધર્મસંબંધી વીરતા પૃથ્વી ઉપર વિસ્તાર પામી. દેવ-ગુરુ-ધર્મની ઉપાસના, ચાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org