Book Title: Samkitna Sadsath Bolni Sazzay
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૧૭ નથી. આ તો જડક્રિયા માત્ર જ છે. શરીરથી આત્મા ભિન્ન છે એવું ભેદજ્ઞાન જ મુક્તિહેતુ છે. આત્મા તો શુદ્ધ-બુદ્ધ-નિરંજન છે. જડ એવું શરીર જ સંસારકાર્ય કરે છે. પુદ્ગલનું બનેલ શરીર પુગલના ભોગો ભોગવે તેમાં આત્માને શું લેવાદેવા ! શરીર જ કર્મ બાંધે છે. આત્મા તો અકર્તા અને અભોક્તા છે. ઈત્યાદિ દલીલો દ્વારા કેવળ જ્ઞાનમાર્ગની જ પ્રરૂપણા કરે, સ્વાધ્યાય અને સત્સંગને જ પ્રધાનતા આપે, ક્રિયામાર્ગને ઉત્થાપે. તે વ્યાજબી નથી.
કૌશલ્ય” નામનો અલંકાર જ એમ જણાવે છે કે ધર્મક્રિયા અતિશય આવશ્યક છે. જ્ઞાનપૂર્વકની ધર્મક્રિયા એ કંઈ જડક્રિયા કહેવાતી નથી. જો એકલા જ્ઞાનમાત્રથી અને અધ્યાત્મનાં પદો ગાવા માત્રથી જ આત્મકલ્યાણ થતું હોય તો તીર્થંકરભગવન્તો દીક્ષા લઇ તપ અને ધ્યાન કેમ આચરત ! સાધુસંતો આદિ મહાત્મા પુરુષો ઉપસર્ગપરિષદો જે સહન કરે છે તે કેમ કરે ! શરીર જ જો કર્મ કરતું હોય તો મૃતકશરીર કેમ કંઈ કાર્ય કરતું નથી ! માટે શરીર કર્તા નથી, આત્મા જ કર્મનો અને સુખ-દુઃખનો કર્તા-ભોક્તા છે શરીર તો સાધન માત્ર જ છે. કોઈ ખુની શસ્ત્રથી કોઈનું ખુન કરે તો દંડ અને શિક્ષા શસ્ત્રને થતી નથી પરંતુ શસ્ત્ર ચલાવનારને જ થાય છે. તેમ શરીરને પુણ્ય-પાપના કાર્યોમાં જોડનાર આત્મા જ કર્મનો ર્તા-ભોક્તા છે. તે તે કાર્યથી આનંદ અને શોક જીવને જ થાય છે. માટે ઉપરની તમામ દલીલો ખોટી છે. ક્રિયામાર્ગ ગમતો નથી. તેથી જ તેના તરફ અણગમો બતાવવા “જડ” કહેવામાં આવે છે. જ્ઞાન વિનાની ક્રિયા જેમ જડ છે તેમ ક્રિયા વિનાનું એકલું જ્ઞાન પણ “શુષ્ક” છે. એટલે જડક્રિયામાત્રથી અને શુષ્કજ્ઞાનમાત્રથી આત્મહિત થતું નથી. કૃત્રિમ અધ્યાત્મવાળા કેટલાક વ્યક્તિઓએ અધ્યાત્મના બહાના નીચે આ ક્રિયામાર્ગનો લોપ કર્યો છે. અને જુદા જુદા સ્થાનોમાં પંચપરમેષ્ઠિએ બતાવેલા શાસ્ત્રોને છોડીને ગૃહસ્થોએ બનાવેલાં અધ્યાત્મનાં ગુજરાતી પદો ગાવામાત્રમાં જ ધર્મ માની લીધો છે. આવી ભૂલ ન કરવાનું આ કૌશલ્ય નામનું ભૂષણ આપણને સમજાવે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org