Book Title: Samkitna Sadsath Bolni Sazzay
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૧૬
અલંકારો વિના તે સમ્યક્ત્વ શોભતું નથી તેથી આ જીવનમાં સમ્યક્ત્વના અલંકારો અવશ્ય ધારણ કરવા જોઇએ તે અલંકારો અર્થાત્ ભૂષણો સામાન્યથી પાંચ છે. આ અલંકારોથી સમ્યક્ત્વ ઝળહળે છે. ચમકે છે. (૧) કૌશલ્ય, (૨) તીર્થસેવના, (૩) ભક્તિ, (૪) સ્થિરતા, (૫) પ્રભાવના. આ પાંચે ભૂષણોના અર્થ શાસ્ત્રમાં આ પ્રમાણે કહ્યા છે.
वन्दणसंवरणाई, किरियानिउणत्तणं तु कोसल्लं ।
तित्थनिसेवा य सयं, संविग्गजणेण संसग्गी ॥ स. स. ४१ ॥ भत्ती आयरकरणं, जहुच्चियं जिणवरिंदसाहूणं । થિયા દઢસમ્મત્ત, પદ્માવનુસ્સબળારાં ॥ સ. સ. ૪૨॥ વિવેચન-ઃ સમ્યક્ત્વ રૂપી શરીર જે અલંકારોથી (ભૂષણોથી) શોભે તે અલંકારો (ભૂષણો) પાંચ છે. તેનાં નામ તથા અર્થો આ પ્રમાણે છે. (૧) કૌશલ્ય : વીતરાગ પરમાત્માનું દર્શન, વંદન, પૂજન, ગુરુજીને વંદન, વ્યાખ્યાનશ્રવણ, પ્રતિક્રમણાદિ આવશ્યક કાર્યો, દાન, શીયલ, તપ, ભાવ, તથા શ્રાવકજીવનને યોગ્ય બારવ્રતોનું ધારણ ઇત્યાદિ ધર્મનાં અનુષ્ઠાનો આચરવામાં જાણપણું, દક્ષપણું, કુશલપણું અને નિરતિચારપણે ઉત્તમ પાલનપણું તે કૌશલ્ય નામનું પ્રથમ ભૂષણ છે. શ્રાવક-શ્રાવિકાએ પણ પોતાના સમ્યક્ત્વને શોભાવનારી અને પુષ્ટિ કરનારી ધર્મક્રિયા અવશ્ય યથાશક્તિ આચરવી જોઇએ. અને જે ધર્મક્રિયા ન જ થઇ શકે તેનું અતિશય દુ:ખ મનમાં થવું જોઇએ, કારણ કે એકલા જ્ઞાનમાત્રથી કે એકલી ક્રિયા માત્રથી મુક્તિ થતી નથી. પરંતુ ‘“જ્ઞાનયિાાં મોક્ષ: " જ્ઞાન અને ક્રિયા એમ ઉભયના સેવનથી મુક્તિ થાય છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં (આશરે ૧૦૦ થી ૧૫૦ વર્ષોના ગાળામાં) આત્મા અને શરીરના ભેદજ્ઞાનની વાતને જ પ્રધાન કરીને ક્રિયામાર્ગનું ઉત્થાપન કરતો કેટલોક વર્ગ જોવા મળે છે. ભેદજ્ઞાન કરો એટલે બસ, ભેદજ્ઞાન થવાથી સમ્યક્ત્વ આવી જ જાય છે. આવી ધર્મક્રિયાઓ તો ભવોભવમાં બહુ ક૨ી, તેથી આત્મકલ્યાણ થતું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org