________________
ઢાળ સાતમી
અધિકાર સાતમો
સમ્યકત્વનાં પાંચ ભૂષણો સોહે સમકિત જેહથી સખી, જિમ આભરણે દેહ, ભૂષણ પાંચ તે મન વસ્યાં, સખી તેહમાં નહીં સંદેહ,
મુજ સમકિત રંગ અચળ હોજો. ૩૬ પહેલું કુશળપણું તિહાં સખી, વંદન ને પચ્ચકખાણ, કિરિયાનો વિધિ અતિઘણો, સખી આચરે તેહ સુજાણ.
મુજ૦ ૩૭ બીજું તીરથ સેવના સખી, તીરથ તારે તેહ, તે ગીતારથ મુનિવરા સખી, તેહશું કીજે નેહ.
મુજ૦ ૩૮ ભગતિ કરે ગુરુદેવની સખી, ત્રીજું ભૂષણ હોય, કિણ હી ચલાવ્યો નવી ચલે સખી, ચોથું એ ભૂષણ જોય
મુજ૦ ૩૯ જિનશાસન અનુમોદના સખી, જેહથી બહુજન હુંત, કીજે તેહ પ્રભાવના સખી, પાંચમું ભૂષણ ખંત.
મુજ૦ ૪૦ ગાથાર્થ : જેમ સોનાના અલંકારોથી શરીર શોભે તેમ જ ગુણોથી સમ્યકત્વ શોભે તે પાંચ ગુણોને પાંચ ભૂષણ કહેવાય છે. આ પાંચે ભૂષણો મનને ગમી જાય તેવા અર્થાત્ મનોહર છે. તેમાં નાની પણ શંકા કરવા જેવી નથી. આ પાંચે ભૂષણો દ્વારા સમ્યકત્વ ઉપરનો મારો પ્રેમ અચલ હોજો. ૩૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org