Book Title: Samkitna Sadsath Bolni Sazzay
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૧૨
જે કાલે દુઃષમકાળના પ્રભાવથી સંઘયણબલ, બુદ્ધિબલ, અને લબ્ધિબલ ઓછું થઈ ગયું હોઈ ઉપર કહ્યા મુજબ આઠ પ્રભાવક પુરુષો થતા નથી. તે કાલે શત્રુંજ્યાદિ મહાતીર્થોની તીર્થયાત્રા કરવી અને કરાવવી, છ'રી પાલિત સંઘ કાઢવા, યુગપ્રધાનાદિ પુરુષોને વંદનાર્થે જવું, તેઓ આવે ત્યારે સામા જવું, ચંદન કેસર અને પુષ્પાદિ દ્વારા અરિહંત પરમાત્માની પૂજા કરવી-કરાવવી, મોટી પૂજાઓ ભણાવવી. ઉપધાનતપ કરવા-કરાવવાં, પ્રતિષ્ઠા અંજનશલાકા આદિ પ્રસંગો મહોત્સવપૂર્વક કરવા-કરાવવા. આવાં આવાં સર્વોત્તમ ધાર્મિક કાર્યો કરનારા અને કરાવનારાને પણ જૈન શાસનના પ્રભાવક કહેવાય છે. જેમ કે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી, શ્રી કાલિકાચાર્ય, ઉપાધ્યાય શ્રી યશોવિજયજી, પૂજાઓ રચનારા શ્રી વીરવિજયજી, પદ્મવિજયજી, ચોવીશ ભગવન્તોનાં સ્તવનો બનાવનાર પૂ. દેવચંદ્રજી મ., આનંદઘનજી મ., તથા પૂ. હીરસૂરીશ્વરજી મ. વગેરે અનેક આચાર્યો જૈનશાસનની જુદી-જુદી રીતે પ્રભાવના કરવા દ્વારા પ્રભાવક થયા છે. તથા પેથડકુમાર, વસ્તુપાળ, તેજપાળ, કુમારપાલ મહારાજા, સંપ્રતિ મહારાજા, વિક્રમ રાજા, સમરાશાહ, જાવડશાહ, ભાવડશાહ, ભરત ચક્રવર્તી, વિમલશા મંત્રી ઈત્યાદિ ગૃહો પણ ભિન્ન-ભિન્ન રીતે જૈનશાસનની પ્રભાવના કરનારા હોવાથી કંઈક અંશે પ્રભાવક કહેવાય છે.
શાસ્ત્રમાં કહ્યું છે કે, इय संपत्तिअभावे, जत्तापूयाइ जणमणोरमणं । जिणजइविसयं सयलं, पभावणा सुद्धभावेणं ॥ स. स. ३९ ॥
જૈનશાસન પામીને જે આત્મા પાસે જેવા પ્રકારની શક્તિ હોય, તેવા પ્રકારની શક્તિ દ્વારા યત્કિંચિત્ પણ તે આત્માએ જૈનશાસનની પ્રભાવના કરવી જોઈએ. પરમાત્મા શ્રી મહાવીરદેવે સંસારી જીવોના કલ્યાણ અર્થે આ “જૈનશાસનરૂપી દીપક પ્રગટાવ્યો છે તે દીપકમાં આપણે આપણી પ્રાપ્ત શક્તિ અનુસાર ૧-૨-૩ ચમચી ઘી પૂરવાનું કામ કરવું જોઈએ. જેથી આ દીપક પાંચમા આરાના અંત સુધી વધારે ને વધારે પ્રકાશમાન રહ્યા જ કરે અને જગતના જીવોને તારવાનુંપ્રકાશ આપવાનું કામ કર્યા કરે. “મનુષ્ય જીવનનો આ જ સાર છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org