________________
૧૧૦
એક વખત સિદ્ધસેનજીએ સંઘને કહ્યું કે આપણો સર્વ સિદ્ધાન્ત જે પ્રાકૃત ભાષામાં છે તે જો સંઘની આજ્ઞા હોય તો હું સંસ્કૃત ભાષામાં રચું. સંઘે ક્યું કે આવું બોલવું તે પણ પાપ છે. શું ગણધરભગવંતો આ સિદ્ધાન્તને સંસ્કૃત ભાષામાં રચી શકતા ન હતા? રચી શક્તા હતા. પરંતુ બાલ-મન્દ-સ્ત્રી અને અજ્ઞાની જીવો ચારિત્રના કાંક્ષી હોય તો તેઓના ઉપકાર માટે જ તત્ત્વજ્ઞ પુરુષોએ આ સિદ્ધાન્ત પ્રાકૃત ભાષામાં કર્યો છે. તેથી તમે પારાંચિત પ્રાયશ્ચિત્તને યોગ્ય છો. સિદ્ધસેનજીએ પણ પોતાની ભૂલ કબૂલ કરી. બે હાથ જોડી ક્ષમા માગી કહ્યું કે સંઘની વાત બરાબર છે. સંઘયણ અને બુદ્ધિબલના અભાવે આ કાલે પારાંચિત પ્રાયશ્ચિત્ત તો વિચ્છેદ પામ્યું છે. પરંતુ તેને અનુસરનારૂં પ્રાયશ્ચિત્ત મને હો. એમ કહી સંઘ સાથે નિર્ણય કરી બાર વર્ષ સુધી ગુપ્તવેશવાળા રહી મંહારાજાઓને પ્રતિબોધી જૈનશાસનની પ્રભાવના કરીને સંઘમાં પાછા આવવું. એમ નક્કી કરી ગચ્છ ત્યજીને વિવિધ તપ, જપ, ધ્યાનાદિ આચરતા તે સિદ્ધસેનજી આઠ વર્ષ બાદ ઉજ્જૈણીનગરીમાં મહાકાલના મંદિરમાં આવ્યા. ત્યાંના પૂજારી લોકોએ સિદ્ધસેનજીને ઘણું પૂછ્યું પરંતુ મૌન રાખી કંઈ પણ ઉત્તર તેઓએ ન આપ્યો. લોકો ત્યાં એકત્ર થયા. આ સમાચાર રાજા પાસે ગયા. વિક્રમરાજા પોતે ત્યાં આવ્યો. સિદ્ધસેનજીને કહે છે કે તમે કોણ છો? શા માટે અહીં બેઠા છો! મહાદેવને પ્રણામ કેમ કરતા નથી? ત્યારે સિદ્ધસેનજી કહે છે કે “મારી સ્તુતિ આ મહાદેવ સહી શકશે નહીં.'' ત્યારે ગુસ્સે થયેલા રાજા કહે છે કે, “તમારી આ વાત સત્ય કેમ માની શકાય?' જે થવાનું હોય તે થાય પરંતુ તમે મહાદેવની સ્તુતિ અને પ્રણામ કરો. સિદ્ધસેનદિવાકરજી મહાકવિ હતા. તેથી બત્રીસ-બત્રીસ સર્વોત્તમ બ્લોક રચવા લાગ્યા. તથા કલ્યાણમંદિર સ્તોત્રની સુંદર રચના કરી. જે રચતાં શિવલિંગમાંથી અગ્નિની જવાલાઓ ફાટી, ત્યારબાદ ધરણેન્દ્રષ્કૃત ફણા સહિત પૂજ્ય પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા પ્રગટ થઈ. સમસ્ત લોકો જિનેશ્વરની ભક્તિમાં લીન થયા. રાજાને પણ ધર્મોપદેશ આપી જૈન બનાવ્યો. આ રીતે જૈનશાસનની ઘણી પ્રભાવના કરી. તેનાથી ખુશ થયેલા જૈન સંઘે તેમને ચાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org