Book Title: Samkitna Sadsath Bolni Sazzay
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૧૧ વર્ષના પ્રાયશ્ચિત્તની ક્ષમા આપી. મહોત્સવ અને ઘણા બહુમાન સાથે ઉજ્જૈણીમાં નગર પ્રવેશ કરાવ્યો. તેઓએ સમ્મતિપ્રકરણ, બત્રીસ બત્રીસિકા આદિ સુંદર કાવ્યમય રચના કરી જૈનશાસનની પ્રભાવના કરી છે. તેઓ આઠમા કવિપ્રભાવક થયા છે. ૩૪.
सव्वे पभावगा ए, जिणसासणसंसकारिणो जे उ । भंगंतरेणवि जओ, एए भणिया जिणमयम्मि ॥ स. स. ३७॥ अइसेसिइडि धम्मकहि वाइ आयरिय खवग नेमित्ती । વિઝીયાવાસમો ય, તિ€ vમાવંતિ છે . સ. ૨૮
પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજ્યજી મહારાજ સાહેબે ઉપરોક્ત ગાથા ૨૮થી ૩૪માં આઠ જાતના જે પ્રભાવક કહ્યા છે તે પણ પ્રભાવક કહેવાય છે. અને અન્ય ગ્રંથોમાં બીજી રીતે પણ આઠ પ્રભાવક જણાવ્યા છે. તે આ પ્રમાણે(૧) અતિશેષદ્ધિપ્રભાવક : જંઘાચારણ, વિદ્યાચારણ આશીવિષલબ્ધિ,
જલ્લૌષધિલબ્ધિ, અવધિજ્ઞાન, અને મન:પર્યવજ્ઞાનાદિ લબ્ધિઓ જેઓને હોય અને તે લબ્ધિઓ દ્વારા જેઓ જૈનશાસનની અદ્ભુત
પ્રભાવના કરે તે. (૨) ધર્મકથી પ્રભાવક વ્યાખ્યાન આપવાની અપૂર્વ શક્તિ જેઓને હોય તે. (૩) વાદીપ્રભાવક : પરદર્શનના વાદીઓને જિતવાનું અપૂર્વ સામર્થ્ય,
બુદ્ધિબલ અને તકદિની શક્તિ જેઓને હોય તે. (૪) આચાર્યપ્રભાવક : પાંચ આચારને ઉત્તમ રીતે પાળવા - પળાવવા
દ્વારા જૈનશાસનની પ્રભાવના કરનારા અને ૧૨૯૬ ગુણોથી જે
અલંકૃત હોય તે. (૫) ક્ષપકપ્રભાવક : ઉત્કૃષ્ટ તપ કરવા દ્વારા જૈનશાસનની પ્રભાવના
કરનારા. (૬) નૈમિતિપ્રભાવક : નિમિત્તો દ્વારા ભાવિના ભાવ જાણીને કહેનારા.
અને તેના દ્વારા જિનશાસનની પ્રભાવના કરનારા. (૭) વિદ્યાપ્રભાવક : વિદ્યા અને મંત્રો દ્વારા જૈનશાસનની પ્રભાવના કરનારા. (૮) રાજગણસમ્મત પ્રભાવક : રાજા અને પ્રજાનો અપૂર્વ સ્નેહ જિતવા દ્વારા જૈનશાસનની પ્રભાવના કરનારા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org