________________
૧૧૩
ભૂતકાળમાં જૈન આચાર્યો, ઉપાધ્યાયો અને મુનિભગવંતો આદિ જ્યોતિષ વિદ્યા તથા મંત્ર-તંત્ર અને જડીબુટ્ટી આદિ વિદ્યાઓના જાણકાર થતા હતા. તેમાં પ્રવીણતા પણ પ્રાપ્ત કરતા, આકરી તપ સાધના દ્વારા વિદ્યાસિદ્ધિ આદિ અનેક લબ્ધિઓ પણ તેઓને સહજપણે પ્રાપ્ત થતી. પરંતુ તેનો ઉપયોગ માત્ર જૈનશાસનની પ્રભાવના માટે અથવા ઈતરદર્શનોથી થતી જૈનશાસનની મલિનતા રોકવા માટે જ તેઓ કરતા. કોઈ પણ સંસારી જીવોના સંસારહેતુ માટે કે પોતાની માનપાન-પ્રતિષ્ઠા કે મોભા માટે તેનો પ્રયોગ કરતા નહીં. પોતાની સિદ્ધિઓ જગતમાં જાહેર ન કરવામાં જ તેઓ લીન રહેતા. કોઈ રાજા આદિ તરફથી જૈન સંઘ ઉપર આપત્તિ આવે ત્યારે જ તે આપત્તિ ટાળવા પૂરતો જ ઉપયોગ કરતા. માટે પ્રભાવના કરવાનો આપણે આગ્રહ રાખવો જોઈએ. પરંતુ સંસારી જીવોને ખુશ કરવા કે તેઓની ખુશામત કરવા કે તેમના દ્વારા કોઈ પણ પ્રકારના સાંસારિક લાભ પ્રાપ્ત
કરવા મંત્ર-તંત્રનો કે શકિતનો ઉપયોગ કરવો તે સાધુ માટે દોષરૂપ : છે. સંસાર હેતુ જ બને છે. તેથી તેવા પ્રયોગોથી દૂર રહેવું જોઈએ.૩૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org