Book Title: Samkitna Sadsath Bolni Sazzay
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૧૫
દેવ-ગુરુને વંદન, ઉપવાસાદિ પચ્ચક્ખાણ, પ્રતિક્રમણ, પડિલેહણ અને પૂજાદિ ધર્મક્રિયાઓ કરવામાં જે ઘણો વિધિ આચરે, તથા ક્રિયાવિધિના સુજાણ થાય તે સમ્યક્ત્વનું “કુશળ’” નામનું પ્રથમ ભૂષણ કહેવાય છે. ૩૭.
સંસારથી જે તારે તે તીર્થ કહેવાય છે. અહીં તીર્થ એટલે જૈનશાસન તેના જ્ઞાની અનુભવી એવા ગીતાર્થ મુનિવરો (આદિ સ્વરૂપ ચતુર્વિધ શ્રી સંઘ)ની સાથે નિત્ય સંબંધ રાખવો. પરિચય ક૨વો, અને તેઓનો સતત આશ્રય કરવો અથવા સ્થાવરતીર્થોની યાત્રા કરવી તે તીર્થસેવના” નામનું બીજું ભૂષણ જાણવું. ૩૮
દેવ ગુરુ ધર્મની ભક્તિ કરવી તે “ભક્તિ” નામનું ત્રીજું ભૂષણ જાણવું. તથા રાજા કે દેવાદ કોઇ વ્યક્તિ ધર્મથી ચલિત કરવા પ્રયત્ન કરે તો પણ ચલિત ન થવું તે “સ્થિરતા-દેઢધર્મ” નામનું ચોથું ભૂષણ જાણવું. ૩૯
જેનાથી ઘણા લોકો જૈનશાસનની અનુમોદના (પ્રશંસા) કરે તેવા વરઘોડા આદિ કાઢવા. વગેરે કામો કરવાં તે “પ્રભાવના” નામનું પાંચમું ભૂષણ જાણવું. ૪૦
શાસ્ત્રમાં કહ્યું છે કે
सम्मत्तभूसणाई, कोसल्लं तित्थसेवणं भत्ती । થિયા માવળાવિય, ભાવ ં તેસિં વુચ્છામિ ॥ સ. સ. ૪૦॥ વિવેચન-: શરીર ગમે તેટલું રૂપાળું હોય, દેખાવડું હોય, ચમકદાર અને ભભકાદાર હોય તો પણ જો તે શરીર વસ્ત્ર અને સોનાના યથાસ્થિત અલંકારોથી સુસજ્જ ન હોય તો તે શોભા પામતું નથી. વ્યવસ્થિતપણે ઢંગ સરનાં વસ્ત્રો પહેર્યાં હોય તથા શરીરના જુદા જુદા અંગે સુંદર શોભા આપતા સોનાના અલંકારો પહેર્યા હોય તો તે જ શરીર રાજકુમાર જેવું અથવા મહારાજા જેવું શોભા પામે છે. તેવી જ રીતે જિનેશ્વર પરમાત્મા પ્રત્યેની અવિચલ શ્રદ્ધા સ્વરૂપ પ્રાપ્ત થયેલું સમ્યક્ત્વ પણ તેના અલંકારો વડો જ શોભા પામે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org