Book Title: Samkitna Sadsath Bolni Sazzay
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૦૭
પત્ની છે. તેને વિદ્યાબળ વડે ત્રણે ભુવનને તૃણની જેમ માનતો ‘‘સિદ્ધસેન’” નામનો પુત્ર છે. વાદ-વિવાદમાં નિપુણ એવા સિદ્ધસેને પ્રતિજ્ઞા કરી કે “મને વાદમાં જે જીતે તેના શિષ્ય મારે થવું.” એવી પ્રતિજ્ઞા કરીને વાદમાં સર્વ વાદીઓને જિતતો તે સિદ્ધસેન નામનો બ્રાહ્મણ વૃદ્ધવાદીનું નામ સાંભળી તેઓની સાથે વાદ ક૨વાના આશયથી તેઓ ભરૂચ તરફ જવા માટે જ્યાં વિચરી રહ્યા છે ત્યાં આ સિદ્ધસેન બ્રાહ્મણ ગયો. રસ્તામાં તે બન્ને મળ્યા. સિદ્ધસેને વૃદ્ધવાદીને વાદ કરવા લલકાર્યા. વૃદ્ધવાદીએ કહ્યું કે રાજા અને સભ્યો વિના ન્યાય કોણ આપશે! સિદ્ધસેને કહ્યું કે ઘેટાં ચરાવનારા આ ગોવાળીયાઓ આપણો ન્યાય આપશે. વૃદ્ધવાદીએ કહ્યું કે “તથાસ્તુ” એમ કહી સિદ્ધસેનને પૂર્વપક્ષ ૨જુ કરવા કહ્યું. સિદ્ધસેને સંસ્કૃતભાષામાં અલંકાર ભરેલાં કાવ્યો ગાયાં. પરંતુ ગોવાળીયાઓ તે ભાષા તથા તેટલું ઉંચુ જ્ઞાન ન ધરાવતા હોવાથી અમને કંઈ સમજાતું નથી. એવો ભાવ બતાવે છે. ત્યારબાદ વૃદ્ધવાદીસૂરિ સમયજ્ઞ હોવાથી કેડ ઉપર કપડો બાંધીને ગોવાળીયાની જ ભાષામાં રાસડો ગાતા ગાતા નાચવા લાગ્યા. જે જોઈ ગોવાળીયાઓ ખુશ ખુશ થઈ ગયા. તેમના તરફ ન્યાય આપ્યો. તેથી સિદ્ધસેન પોતે જ પોતાની ભૂલ સમજીને ગુરુને કહે છે કે, હે ગુરુજી! તમે સમયજ્ઞ છો. હું વિદ્વાન્ હોવા છતાં અસમયજ્ઞ છું. મારી પ્રતિજ્ઞા પ્રમાણે હું તમારો શિષ્ય થવા ઇચ્છું છું. તેથી દીક્ષા આપો. વૃદ્ધવાદિસૂરિજીએ સિદ્ધસેન બ્રાહ્મણને દીક્ષા આપી તેમનું “કુમુદચંદ્ર” નામ પાડયું. તેઓ વિદ્વાન્ તો હતા જ, અને હવે જૈનાગમશાસ્ત્રોના અભ્યાસી થઈ મહાવિદ્વાન થયા. ગુરુજીએ તેમને સૂરિપદ આપ્યું. ત્યારે “સિદ્ધસેનદિવાકરસૂરિ” એવું નામ રાખ્યું.
તેઓ પણ ધર્મોપદેશ દ્વારા જૈનશાસનની પ્રભાવના કરતા કરતા ‘‘ઉજ્જૈણી’’ નગરીમાં આવ્યા. ત્યાં વિક્રમરાજા દ્વારા જીર્ણચૈત્યોનો જીર્ણોદ્ધાર કરાવી વિહાર કરતા શ્રી ચિત્રકુટનગરમાં આવ્યા. ત્યાં પરમ રહસ્યવાળી એવી વિદ્યાઓથી ભરપૂર પુસ્તકો એક સ્થંભમાં ભંડારેલાં હતાં. જલ અને અગ્નિથી તે સ્તંભ નાશ ન પામે તેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org