Book Title: Samkitna Sadsath Bolni Sazzay
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૦૫ અને પોષાકમાં સજ્જ થઈને બેઠા. મહેન્દ્રોપાધ્યાયે વિદ્યાબલે પોતાની બને ભુજા દૂરથી લંબાવી બન્ને પડખે જે બ્રાહ્મણો બેઠા છે ત્યાં સુધી લંબાવી. રાજાને કહ્યું કે, કહો ક્યા બ્રાહ્મણોને વંદન કરીએ, રાજાએ કહ્યું કે બન્ને બાજુના બ્રાહ્મણોને નમન કરો. મહેન્દ્રોપાધ્યાયે લાંબા કરેલા બન્ને હાથો વચ્ચે બધા જ બ્રાહ્મણોનાં માથાં અફળાવ્યાં. ટલાકનાં માથાં ફૂટ્યાં. વિદ્યાશક્તિ બલે બધા જ બ્રાહ્મણોને પોતપોતાના આસન ઉપરથી પછાડ્યા. રાજ્યસભામાં શોર-બકોર થઈ ગયો. રાજા ઝંખવાઈ ગયો. બ્રાહ્મણોની પત્નીઓ રડવા લાગી. રાજાએ મહેન્દ્રોપાધ્યાયને નમસ્કાર કરી પગે પડી ક્ષમા માગી. બધા જ બ્રાહ્મણોને તંદુરસ્ત કરવા વિનંતિ કરી. ગુરુજીએ કહ્યું કે જો જૈનેન્દ્રીય દીક્ષા સ્વીકારે તો જ સારા કરૂં. તેઓએ જીવવાની ઇચ્છાથી હા કહી. ત્યારબાદ ગુરુજીએ બધા જ બ્રાહ્મણોને મૂલશરીરસ્થ કરી જૈનેન્દ્રીય દીક્ષા આપી, રાજાને જૈનધર્મી બનાવી જૈનશાસનની પરમપ્રભાવના કરી. બ્રાહ્મણ સાધુઓ સાથે વિહાર કરી પાટલીપુત્રથી ભરૂચ આવ્યા. ત્યાં બીરાજમાન શ્રી આર્યખપટાચાર્યે મહેન્દ્રોપાધ્યાયને બરાબર યોગ્ય જાણી પોતાની પાટે સ્થાપી પોતે અણસણ સ્વીકારી સમાધિપૂર્વક કાલધર્મ પામી સ્વર્ગે ગયા. આ પ્રમાણે સંકટ સમયે વિદ્યા અને મંત્રોના બલે જૈનશાસનની પ્રભાવના કરનારા આ છઠ્ઠા પ્રભાવક જાણવા.
સાધુ-સાધ્વી-શ્રાવક અને શ્રાવિકા એમ ચતુર્વિધ શ્રી સંઘ તથા જિનમંદિર, જિનમૂર્તિ અને જિનાગમ એમ સાતની સેવા-ભક્તિ-બહુમાન નિમિત્તે આપત્તિકાલે અંજનચૂર્ણ દ્વારા અદશ્ય બનીને, અથવા પગે લેપ કરવા દ્વારા આકાશગામી બનીને ઉપરોક્ત સાતક્ષેત્રમાં કાર્ય કરનારા જે મહાત્માઓ તે અંજનસિદ્ધ પ્રભાવક પુરુષો કહેવાયા છે. આ સાતમા પ્રભાવક જાણવા. શાસ્ત્રમાં કહ્યું છે કેसंघाइकजसाहग-चुण्णंजणजोगसिद्धओ सिद्धो । મૂયસ્થસન્ધાસ્થ, નિસાસનાઓ સુ સ. સ.
શ્રી જિનેશ્વર પરમાત્માના શાસનમાં જે પદાર્થો અનેકાન્ત સ્વરૂપે જે રીતે હ્યા છે તે જ રીતે યથાર્થપણે પદાર્થોનું સ્વરૂપ સંસ્કૃત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org