________________
૧૦૪ પ્રાપ્ત થયેલી વિદ્યાનો દુરુપયોગ કરતા આ મુનિને પાઠ ભણાવવા તોડી-ફોડી નાખ્યાં. તેથી વિદ્યા બળવાળા ગુરુજી ગામમાં આવી ગયા છે એમ જાણીને આ કુશિષ્ય કાગડાની જેમ ભાગી ગયો. ગુરુજી પોતે બૌદ્ધોના મઠમાં ગયા. બૌદ્ધોએ ક્રોધપૂર્વક ગુરુજીને કહ્યું કે, હે જૈન સાધુ! અમારા ભગવાનને તમે નમસ્કાર કેમ કરતા નથી.! તેથી બૌદ્ધોને પણ પાઠ ભણાવવા ગુરુજીએ ત્યાં રહેલી મોટી બૌદ્ધ પ્રતિમાને જ કહ્યું કે, હે બૌદ્ધ ! ઉઠ, મારા ચરણ-કમળમાં નમસ્કાર કર. વિદ્યાના બળે તે પ્રતિમા ઉઠીને ગુરુજીના ચરણકમળમાં આળોટવા લાગી. ત્યારબાદ બૌદ્ધ સાધુઓને અને તેઓના ઉપાસકોને જૈનધર્મ પમાડી જૈનશાસનની પ્રભાવના કરી.
પાટલિપુત્રનગરમાં દાહડ નામનો રાજા મહાદેવનો ભક્ત હતો. બ્રાહ્મણોને પરમ ગુરુ માનતો. એક વખત પોતાના રાજયમાં એવી આજ્ઞા ફરમાવી કે સર્વ પ્રજાજનોએ અને સર્વ સંતોએ આવીને ગુરુતુલ્ય બ્રાહ્મણોને પ્રણામ કરવા. જૈન સાધુ વિના સર્વે પ્રજાએ અને સંતોએ રાજ આજ્ઞાથી પ્રણામ કર્યા. જૈનસાધુઓ બ્રાહ્મણોને પ્રણામ કરવા ન આવ્યા. એટલે રાજાએ જૈન સાધુઓને સાત દિવસમાં પ્રણામ કરવા આવી જવા હુકમ કર્યો. બધા જૈન સાધુઓ ભેગા થયા. પરસ્પર મંત્રણા કરી. જિનેશ્વર પરમાત્મા વિના અન્યને ન નમવાની પ્રતિજ્ઞા છે. એમ સમજી ત્યાં ન જવાનો નિર્ણય કર્યો. પરંતુ જો કોઈ વિદ્યા-મંત્ર બળવાળા સાધુ હોય તો આ આપત્તિમાંથી રક્ષણ પણ થાય અને જૈનશાસનની પ્રભાવના પણ થાય. ત્યાં નાના એક સાધુએ કહ્યું કે શ્રી આર્યખપટાચાર્યના શિષ્ય શ્રી મહેન્દ્રવિજય નામના ઉપાધ્યાય ભરૂચથી અહીં આવેલા છે. તેઓ કોઈ સન્નિવેશમાં ઉતર્યા છે. તેઓ આ કાર્ય કરવા સમર્થ છે. તુરત જ સંઘે તેઓની ભાળ મેળવી બે સાધુઓને તેમની પાસે મોકલ્યા. બન્ને સાધુઓએ સંપૂર્ણ હકિકત મહેન્દ્રોપાધ્યાયને કહી. મહેન્દ્રોપાધ્યાય આ બન્ને સાધુ સાથે જ્યાં સંઘ ભેગો થયેલો છે ત્યાં આવ્યા. કેટલાક સાધુઓ સાથે રાજસભામાં ગયા. જૈનસાધુઓ આવે છે એવા સમાચાર મળવાથી રાજા રાજસભામાં ઉંચા આસને વ્યવસ્થિત બેઠા તથા રાજાની - બન્ને બાજુએ તેઓના ગુરુ તરીકે માનેલા બ્રાહ્મણો સુંદર અલંકાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org