Book Title: Samkitna Sadsath Bolni Sazzay
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૦૨ ઉતર્યા. બધાજ બૌદ્ધોને તીક્ષ્ણ તર્કશકિતથી હરાવ્યા. તે સાંભળી તેઓના વડીલ આચાર્ય “વૃદ્ધકર” નામના બૌદ્ધાચાર્ય ગુડપુરનગરથી ત્યાં આવ્યા અને સર્વ ક્ષણમ્ ! પક્ષ સ્થાપવા ઘણા પૂર્વપક્ષો કર્યા. ભુવનમુનિએ જે ક્ષણિક હોય છે તે ક્રમે કે અક્રમે અર્થક્રિયા કરી શકતું નથી. આ વાતનું વ્યવસ્થિત દલીલો દ્વારા લંબાણથી ખંડન કર્યું. જિતવાની મોટી આશાએ મોટા આડંબરપૂર્વક આવેલા વૃદ્ધકર નામના બૌદ્ધાચાર્ય હવે હું સ્વજનોમાં મુખ કેમ બતાવીશ? એમ ખેદ પામી જૈનમુનિઓ ઉપર તીવ્ર ગુસ્સાપૂર્વક અણસણ કરી મૃત્યુ પામી તે જ ગુડપુરનગરમાં યક્ષ થયા. અને જૈનધર્મના ઉપાસકોને ઉપદ્રવ કરવા લાગ્યા. એટલે જૈનોએ ગુરુજીને વિનંતિ કરી કે, હે ગુરુજી! આવા મિથ્યાત્વી યક્ષને તમે જ વશ કરી શકશો. યક્ષથી સક્લસંઘ પીડા પામે છે. ગુરુજીએ અવસર જાણીને કહ્યું કે, તમે ચિંતા ન કરશો, હું તેનો ઉપાય કરું છું. તેઓએ કેટલાક બલવાન મુનિ પરિવાર સાથે યક્ષના મંદિરમાં જઈને તેની મૂર્તિના કાન ઉપર જીર્ણ થયેલાં સડેલાં પગનાં બન્ને જોડાં કુંડલની જેમ ભરાવ્યાં. અને છાતી ઉપર પગ મૂકીને ઉપરથી સંપૂર્ણ વસ્ત્ર ઓઢીને રહ્યા. યક્ષના ઉપાસકો આવ્યા. પોતાના સ્વામીનું અપમાન થયેલું જોઈ યક્ષના પરમ ભક્ત એવા રાજાને કહ્યું, ભ્રકુટિ ચડાવતો, અતિશય ગુસ્સાથી બડબડતો રાજા ત્યાં આવ્યો. તું કોણ છે! આમ કેમ કરે છે! એમ વારંવાર પૂછવા છતાં ઉત્તર ન મળતાં ઓઢેલું કપડું ખુલ્લું કરે છે. જે જે ભાગથી વસ્ત્ર ખેંચે છે તે તે ભાગે પુરુષની ગુદા જ દેખાય છે. તેથી વધુ ગુસ્સે થયેલ રાજા લાકડી વડે તેને પ્રહાર કરે છે. મંત્ર અને વિદ્યાના બળે તે પ્રહારો આર્યખપટાચાર્યને ન લાગતાં રાજાની રાણીવાસમાં રહેલી રાણીઓને વાગવા લાગ્યા. તેઓ જોરશોરથી પોકાર કરવા લાગી. અતિશય કરૂણપણે રડવા લાગી. અંગરક્ષકોએ રાજાને ખબર આપી. રાજાના મનમાં થયું કે અવશ્ય આ કોઈ વિદ્યામંત્રસિદ્ધ પુરુષ છે, અન્યથા આવું બને નહીં. તેથી ક્રોધ ત્યજી નમ્ર બની અત્યંત ભક્તિબહુમાનપૂર્વક ગુરુજીને વિનંતિ કરવાપૂર્વક રાજા ક્ષમા માગવા લાગ્યો. ગુરુજીએ પણ વસ્ત્ર દૂર કરી યથાવત્ સ્થિતિમાં ત્યાંથી ચાલવા માંડ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org