Book Title: Samkitna Sadsath Bolni Sazzay
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૦૦
માટે પ્રશ્ન કરો છો ? વિષ્ણુકુમારે કહ્યું કે, હે રાજન! તમારું રાજ્ય તો આખા ભરતમાં છે. મુનિઓ ભરત બહાર જઈ શકતા નથી. માટે તમે તો સંપૂર્ણ ક્ષેત્રના સ્વામી છો તેથી આટલા બધા મુનિઓને રહેવા માટે માત્ર “ત્રણ ડગલાં” જેટલી ભૂમિ આપો. તેટલામાં સર્વે મુનિઓ રહેશે. નમુચિએ ક્યું કે, જો ત્રણ ડગલાંની બહાર કોઈપણ મુનિ હશે તો તેને ચોક્કસ હું હણી નાખીશ. માત્ર ત્રણ ડગલાં જેટલી ભૂમિ તમને આપું છું. નમુચિ આટલું બોલીને જ્યાં અટકે છે તેટલામાં અત્યન્ત રોષાયમાન થયેલા વિષ્ણુકુમાર મુનિએ તીવ્ર તપાદિ દ્વારા મેળવેલી વૈક્રિયલબ્ધિથી એક લાખયોજન પ્રમાણ વૈક્રિય શરીર બનાવી જંબૂદ્વીપના બન્ને છેડે બે પગ મૂકી જૈનશાસનની અને જૈનસાધુની ઈર્ષ્યા, અપમાન અને અવહેલના કરનાર નમુચિને નીચે પછાડ્યો. એક લાખ યોજન પ્રમાણવાળું, ક્રોધાયમાન અને ભયંકર વિકરાલ રૂપ જોઈ સર્વે લોકો ભયભીત થયા. પગના ભારથી ધરા ધ્રુજવા લાગી, સમુદ્રો ખળભળવા લાગ્યા. સર્વે લોકો જોતે છતે નમુચિ ઉપર પગ મૂકી નમુચિને સિંહાસનથી નીચે પછાડી કીડાની જેમ દબાવ્યો. અવધિજ્ઞાનથી ઇન્દ્રમહારાજાએ આ સર્વ આતંક જોઈ વિષ્ણુકુમારના કોપની શાન્તિ માટે તથા પ્રસન્ન કરવાના નિમિત્તે અનેક ગાયિકા દેવીઓ મોકલી. સુવ્રતાચાર્ય અનેક મુનિઓ સાથે અને સંઘ સાથે નમુચિ પ્રત્યે ક્ષમા માટે વિનંતિ કરવા લાગ્યા. મહાપદ્મ રાજા પણ જે ગુપ્તસ્થાને ચાલ્યા ગયા હતા તે પણ વિષ્ણુકુમારને ખમાવવા લાગ્યા. વિષ્ણુકુમાર મુનિએ વૈક્રિય સ્વરૂપ સંકેલી મૂળશરીર સ્વરૂપ ધારણ કરી. રાજાને ઠપકો આપ્યો કે આવા પાપી નમુચિને રાજ્ય આપી જૈનધર્મની, જૈનસાધુઓની અને જિનેશ્વરદેવની આશાતના તથા પરાભવ કરાવ્યો, તે નરકનું કારણ બને છે. આ શું તમે જાણતા નથી ! રાજાએ “વરદાનના કારણે મારે રાજ્ય આપવું પડયું” ઇત્યાદિ કહી વારંવાર ક્ષમા માગી પોતાની ભૂલનો પશ્ચાત્તાપ કર્યાં. વિષ્ણુકુમાર મુનિ પણ ગુરુજીની પાસે જઇ જૈનશાસનની પ્રભાવના માટે કરેલા વૈક્રિયશરીરની અને આવેલા ક્રોધની આલોચના કરી પ્રતિક્રમણ કરી શુદ્ધ થયા. આ પ્રમાણે તીવ્ર તપ દ્વારા મળેલી લબ્ધિથી શાસનની પ્રભાવના કરે તે પાંચમા “તપસી' નામે પ્રભાવક જાણવા. (૩૨)''
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org