________________
૯૯ થયો અને સુવ્રતાચાર્યાદિ જૈનમુનિઓને બોલાવીને કહ્યું કે તમે સાત દિવસમાં જ મારા રાજયમાંથી ચાલ્યા જાઓ. જો તમે આ રાજય ખાલી નહીં કરો તો હું તમને સર્વસાધુને મારી નાખીશ. સુવ્રતાચાર્યે કોમલ ભાષાથી સમજાવ્યું કે અમારો જૈનમુનિઓનો ગૃહસ્થોને વિનય કરવાનો આચાર નથી. એટલે અમે આવ્યા નથી. તથા ચાતુર્માસ હોવાથી જૈન સાધુઓને અન્યત્ર વિહાર કરવો એ પણ આચાર નથી. આવા પ્રકારનું સમજાવવા છતાં હૃદયમાં અતિશય દ્વેષ હોવાથી ગુસ્સાથી ગામ ખાલી કરવાનો જ હુકમ કર્યો. મુનિઓ પરસ્પર મળ્યા અને વિચાર્યું કે નમુચિનો પ્રતિકાર કરે એવો લબ્ધિમાન પુરુષ આપણામાં શું કોઈ નથી ? એક મુનિએ કહ્યું કે, વિષ્ણુકુમાર મુનિ છે, પરંતુ તે મેરૂપર્વત ઉપર છે. ગુરુજી કહે કે ત્યાં જવું કેવી રીતે ? તેમને સમાચાર પહોંચાડવા કેવી રીતે ? તેટલામાં બીજા એક મુનિ બોલ્યા કે, હે ગુરુજી ! મારી મેરૂપર્વત સુધી જવાની લબ્ધિ છે. પરંતુ પાછા આવવાની લબ્ધિ નથી. ગુરુજીએ કહ્યું કે, તેઓ તમને લાવશે. માટે જલ્દી જાઓ અને વિષ્ણુકુમાર મુનિને બોલાવી લાવો. તે મુનિ તુરત જ આકાશગામિની વિદ્યાબલે મેરૂ ઉપર ગયા. તેઓને આવેલા જોઈ વિષ્ણુકુમાર મનમાં વિચારવા લાગ્યા કે અવશ્ય સંઘને મારું કંઈક પ્રયોજન થયું હોવું જોઈએ. આવેલા મુનિએ નમુચિની સર્વ હકિકત કહી. શ્રી વિષ્ણુકુમાર મુનિ તુરત જ આવેલા મુનિને લઈને હસ્તિનાપુર આવ્યા. બીજા દિવસે નમુચિની રાજય સભામાં ગયા. નમુચિ વિના શેષ સભાજનોએ વિષ્ણુકુમારને નમસ્કાર કર્યા. નમુચિ તો વિષ્ણુકુમારની સન્મુખ પણ જોતો નથી. વિષ્ણુકુમારે કહ્યું કે હે રાજન ! જૈન સાધુઓ ચાતુર્માસમાં જિનેશ્વરની આજ્ઞા ન હોવાથી ગ્રામાન્તર વિહાર કરી શકતા નથી. ચાતુર્માસ પછી તમારું રાજય છોડી વિહાર કરશે. આટલી અમારી વાત ધ્યાનમાં લો. નમુચિએ કહ્યું કે સાત દિવસમાંથી બે દિવસ ગયા હોવાથી પાંચ જ દિવસમાં મારા રાજ્યની ભૂમિ ખાલી કરો. હું બીજું કંઈ જ સાંભળવા તૈયાર નથી. વિષ્ણુકુમારે કહ્યું કે તમારી નગરી છોડીને મુનિઓ તમારી રજા હોય તો વનમાં જઈને રહે તે બરાબર છે ? નમુચિ કહે કે મારા રાજયની કોઈપણ ભૂમિમાં રહેવાનું નહીં. એકવાર ના પાડી પછી વારંવાર શા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org