Book Title: Samkitna Sadsath Bolni Sazzay
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૯૮ છોડીને દેશાન્તર નીકળ્યા. દેશ-વિદેશમાં ફરતાં ભૂજાબળે ઘણી લક્ષ્મી પ્રાપ્ત કરી. ઘણી રાજપુત્રીઓને પરણી માતા-પિતાનાં દર્શન કરવા હસ્તિનાપુર પાછા ફર્યા. પદ્મોત્તર રાજાએ મહાપદ્મ યુવરાજનો રાજ્યાભિષેક કરી રાજ્યભાર તેમને સોંપી પોતે દીક્ષા લીધી. તેમની સાથે વૈરાગ્યવાસિત મોટા પુત્ર વિષ્ણુકુમારે પણ દીક્ષા લીધી. મહાપદ્મરાજા ભરતક્ષેત્રના છ ખંડનો દિગ્વિજય કરી નવમા ચક્રવર્તી રાજા થયા. તેણે પોતાની જન્મદાત્રી જવાલા માતાનો રથ તીર્થયાત્રામાં ફેરવ્યો. અને સ્થાને સ્થાને અરિહંત પરમાત્માનાં મંદિરો બનાવ્યાં. પોતાની માતાનું ચિત્ત જૈનધર્મની પ્રભાવના દ્વારા ખુશ ર્યું.
પદ્મોત્તરમુનિ અને વિષ્ણુકુમારમુનિ આત્મસાધના કરવા દ્વારા તીવ્ર તપ તપવા વડે કર્મ ખપાવવા લાગ્યા. કર્મોની લઘુતાથી વિષ્ણકુમાર મુનિને વૈક્રિયશરીરાદિ અનેક લબ્ધિઓ પ્રગટ થઈ, તે વિષ્ણુકુમાર મુનિ લબ્ધિસંપન્ન થયા છતા મેરૂપર્વત ઉપર આરાધના માટે ચાતુર્માસ રહ્યા હતા. તે વખતે સુવ્રતાચાર્ય (કે જેમના એક નાના સાધુએ નમુચિનો ઉજ્જૈણીનગરીમાં નરવર્મરાજાની સભાની અંદર વાદમાં પરાભવ કર્યો હતો તે આચાર્ય) હસ્તિનાપુરમાં ચાતુર્માસ હતા. નમુચિને સુવ્રતાચાર્યના ચાતુર્માસની ખબર પડી. ભૂતકાળનો પ્રસંગ સ્મૃતિગોચર થયો. મુનિ ઉપરનુ વૈર તાજું થયું. બદલો લેવાની તીવ્ર ઇચ્છા થઈ. પરંતુ મહાપદ્મરાજા અને તેની માતા જવાલા સમ્યગ્દષ્ટિ હોવાથી જૈનધર્મનાં બહુ રાગી છે અને જૈનમુનિઓનાં અત્યન્ત ઉપાસક છે. તેથી વૈર કેવી રીતે લેવું તેનો ઉપાય વિચારે છે. વિચારતાં વિચારતાં એક ઉપાય સૂઝે છે. મહાપદ્મના કહેવાથી સિંહરથ રાજાને બાંધી લાવ્યો ત્યારે આપેલું વરદાન માગવાનું બાકી રાખેલું છે તે માગીને હું મારા મનોરથ પૂર્ણ કરૂં. એમ વિચારી મહાપદ્મ રાજા પાસે “સાત દિવસ તમારું રાજ્ય મને આપો ” એવું વરદાન માગી લીધું. રાજા પણ વચનબદ્ધ હોવાથી તેને રાજ્ય આપી પોતે ગુપ્ત સ્થાનમાં રહ્યા. નવા થયેલા નમુચિ રાજાએ રાજ્યાભિષેકનો મહોત્સવ માંડ્યો. બીજા દર્શનના સર્વે મુનિઓ તે રાજાને આશિષ આપવા આવ્યા. પરંતુ સુવ્રતાચાર્યાદિ જૈનમુનિઓ સાંસારિક વ્યવહાર વિનાના હોવાથી આવા આચારમાં ન આવ્યા. એટલે નમુચિ વધારે ગુસ્સે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org