Book Title: Samkitna Sadsath Bolni Sazzay
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૦૧ સિદ્ધો વહુવિજ્ઞમંતો, વિઝાવતો ય ર નૂ સ. સ. રૂ .
જેની વિદ્યા અને મંત્રની શક્તિ અતિશય ઘણી હોય, તેવા પ્રકારની વિદ્યા અને મંત્રની શક્તિ દ્વારા જે બળવાન હોય તથા તેવી શક્તિદ્વારા જૈનશાસનની પ્રભાવના કરનારા મુનિને છઠ્ઠા “વિદ્યાવાનું પ્રભાવક” કહેવાય છે. જે ચમત્કારિક શક્તિની “રોહિણી” વગેરે ૧૬ વિદ્યાદેવીઓ અધિષ્ઠાયિકા હોય છે. તેને “વિદ્યા” કહેવાય છે. અને જે ચમત્કારિક શક્તિના પુરુષદેવો અધિષ્ઠાયક હોય છે તેને “મંત્ર” કહેવાય છે. જે સૂરીશ્વર અને મુનિવરો વિદ્યા અને મંત્ર શક્તિ દ્વારા જૈનશાસનની આશાતના કરનારને બોધપાઠ આપવા દ્વારા પ્રભાવના કરે, અજૈનને જૈન બનાવે, જૈનધર્મ અને જૈનસાધુના દ્રષીને પરમ રાગી બનાવે તે વિદ્યાપ્રભાવક જાણવા. અહીં શ્રી વજૂસ્વામી મુનિનું ઉદાહરણ જાણવું. આ ઉદાહરણ પ્રથમ અને દ્વિતીય પ્રભાવક પ્રસંગે લખ્યું છે. ત્યાંથી જાણી લેવું. શ્રી વજૂસ્વામીએ મહાપુરી નામની નગરીમાં રાજા બૌદ્ધધર્મી હોવાથી તે રાજાએ જૈનોને પુષ્પોની પૂજા અટકાવી ત્યારે તડિન્માલી પાસેથી અને શ્રીદેવી પાસેથી પુષ્પો લાવી પુષ્પપૂજા કરાવી, અને જૈનસંઘની ઇચ્છા પૂર્ણ કરી રાજાને જૈનધર્મ પમાડ્યો, તે વિદ્યા પ્રભાવક પણ હતા. તથા આ વિદ્યા પ્રભાવક ઉપર આર્યખપટાચાર્યનું ઉદાહરણ પણ છે.
શ્રી ભારતભૂમિ ઉપર પરદર્શનકારો વડે અજેય અને પરમવિદ્વાન્ એવા શ્રી આર્યખપટાચાર્ય હતા. તેમને પોતાના ભાણેજ “ભુવનમુનિ” નામના શિષ્ય હતા. કે જે વાદમાં શિરોમણિ અને ન્યાય-તર્કમાં નિપુણ હતા એક વખત શિષ્ય સાથે ગુરુજી ભરૂચ નગરમાં પધાર્યા.
ત્યાં બલમિત્ર નામે રાજા હતો તે બૌદ્ધધર્મી હતો. અને તેના કારણે ગામમાં બૌદ્ધસાધુઓનું બહુ જ જોર હતું. તેઓ જૈનોની વારંવાર મશ્કરી પણ કરતા. શ્રાવકોએ બૌદ્ધસાધુઓ તરફથી જૈનોનો વારંવાર થતો પરાભવ શ્રી આર્યખપટાચાર્યને કહ્યો. તેઓએ વાદવિવાદમાં ઉતરવા નામરજી બતાવી. પરંતુ તેઓના ભાણેજ ભુવનમુનિ સિંહની જેમ ગર્જના કરતા બલમિત્ર રાજાની રાજ્ય સભામાં બૌદ્ધોની સામે વાદમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org