________________
૧૬
પ્રાકૃતાદિ ભાષામાં ગદ્ય-પદ્યરૂપે રચીને જૈનશાસનની પ્રભાવના કરવાનું અપૂર્વ અને અભૂત કવિત્વ જેમનામાં છે તે આઠમા કવિપ્રભાવક જાણવા. માત્ર રાજાને ખુશ કરવા જ ખુશામત સારૂ જ કવિતા બનાવનારા નહીં, પરંતુ જૈનશાસનનો પ્રભાવ વધારવા અને રાજા-પ્રજા આદિને જૈન બનાવવા માટે જે અદ્વિતીય કવિતા બનાવે તે કવિપ્રભાવક કહેવાય છે. આ વિષય ઉપર સિદ્ધસેનદિવાકરસૂરિજીનું ઉદાહરણ જાણીતું છે. તે આ પ્રમાણે
શ્રી પાદલિપ્તસૂરિજીની શિષ્ય પરંપરામાં સૂર્યસમાન એવા શ્રી સ્કંદિલાચાર્ય વિહાર કરતા કરતા શ્રીગૌડ દેશમાં પધાર્યા. તે દેશમાં કૌશલગામમાં મુકુંદ નામનો એક બ્રાહ્મણ વસે છે. તે મુકુંદે શ્રી સ્કંદિલાચાર્ય પાસે ધર્મોપદેશ સાંભળી વૈરાગ્યવાસિત બની દીક્ષા ગ્રહણ કરી. આ મુકુંદમુનિ રાત્રે સર્વ સાધુ સુતા હોય છે ત્યારે મોટા સ્વરે પાઠ કરે છે. ગુરુએ સાધુઓને નિદ્રામાં અલના ન થાય તેટલા માટે તેમ કરતાં વાર્યા, એટલે તે મુનિ દિવસે મોટા સ્વરે પાઠ કરે છે. એટલે કોઈક મુનિ તેઓની મશ્કરી કરે છે કે આ મુનિ આટલું જોરથી બોલે છે તે વૃદ્ધપણામાં મુશલને (સંબેલાને) ફુલાવશે કે શું? આ વ્યંગ વચનથી આઘાત પામેલા મુકુંદમુનિ એકવીસ દિવસ ઉપવાસ કરીને સરસ્વતી દેવીને પ્રસન્ન કરે છે. પ્રસન્ન થયેલી દેવી વરદાન આપે છે કે “તું સર્વ વિદ્યાઓનો પારગામી થઈશ” તેથી વિદ્યાવાનું આ મુનિ જ્યાં ગુરુ છે ત્યાં આવીને મશ્કરી કરનાર મુનિને રાજસભામાં પડકાર કરે છે અને સ્થૂલ મુસલ મંગાવી લોકોના દેખતાં તેને વિદ્યાના બળે ફૂલાવે છે. પોતાની પ્રતિજ્ઞાને સફળ કરતા તે મુનિ જૈનશાસનની પ્રભાવના કરતા કરતા વાદીઓને વાદમાં જિતતા જિતતા સર્વ વાદિઓમાં વાદિરાજ થયા. તેથી તેઓ “વૃદ્ધવાદી” તરીકે પ્રસિદ્ધિ પામ્યા. તેઓ એક વખત વિહાર કરતા કરતા ભરૂચ તરફ જઈ રહ્યા છે.
ઉજ્જૈણી નામની નગરીમાં દાનેશ્વરી વિક્રમરાજા રાજ્ય કરે - છે. તે રાજાના રાજયમાં માનનીય એવો અને બ્રાહ્મણોના કાર્યમાં કુશળ એવો “દેવઋષિ” નામનો બ્રાહ્મણ છે. તેને “દેવસિયા” નામની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org