Book Title: Samkitna Sadsath Bolni Sazzay
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
તેથી તારા જેવા મૂર્ખની સાથે આચાર્યશ્રીનો વાદ ન શોભે. હું જ તારી વાદની ચળ દૂર કરું છું. એમ ગર્જના કરતા નાના એક સાધુએ જ પ્રત્યક્ષ-અનુમાન-આગમાદિ પ્રમાણો દ્વારા અને યુક્તિ તથા ઉદાહરણો દ્વારા ધર્મતત્ત્વ રાજા-પ્રજા અને નમુચિ સમક્ષ એવું રજુ કર્યું કે નમુચિ નિરુત્તર જ થયો છતો લજ્જાના વશથી અધોમુખવાળો થઈ ઘણો ઝંખવાયો છતો પોતાના ઘેર ગયો. મુનિ ઉપરના ગુસ્સાથી અર્ધરાત્રિએ તલવાર લઈને સાધુઓને મારવા દોડ્યો. શાસનદેવીએ તેને ખંભિત કરી દીધો. પ્રભાતે ખંભિત થયેલા તેને જોઇને લોકો તેને તિરસ્કારવા લાગ્યા. દયાળુ આચાર્યશ્રીએ દેવીને કહીને તેને મુક્ત કરાવ્યો. રાજા નમુચિનું આ ચરિત્ર જાણીને ગુસ્સે થયો. અને પોતાના દેશમાંથી કાઢી મૂક્યો. તે નમુચિ ઉજજૈણીનગરીમાંથી નરવર્મ રાજા પાસેથી છૂટો થઈ હસ્તિનાપુર આવી મહાપદ્મરાજાના મંત્રી તરીકે ગોઠવાયો.
કુરુદેશના સીમાડે બળવાન સિંહરથ રાજા કપટથી મહાપદ્મ રાજાનાં ગામો ભાંગતો હતો. એક વખત મહાપદ્મરાજાએ નમુચિમંત્રીને
હ્યું કે આપણા યોદ્ધામાં મહાન યોદ્ધો કોણ છે ? કે જે આ સિંહરથને પકડી લાવે. નમુચિએ કહ્યું કે હે રાજન! હું જ પકડી લાવું. રાજાની આજ્ઞા થતાં બુદ્ધિનો પ્રયોગ કરીને તે નમુચિ બલ અને છળવાળા સિંહરથ રાજાને કપટપૂર્વકની યુક્તિથી બાંધી લાવ્યો. તેનાથી રાજા નમુચિ ઉપર ખુશ થયો. વરદાન માગવા કહ્યું. નમુચિએ કૈકેયીની જેમ અવસરે માગીશ એમ કહી વરદાન ભંડારી રાખ્યું.
પદ્ધોત્તર રાજાની પત્ની જ્વાલાદેવી સમ્યગ્દષ્ટિ હોવાથી જૈનતીર્થોની * યાત્રા કરવા માટે તેણીએ સુંદર એક રથ કરાવ્યો. તે જ રાજાની બીજી રાણી લક્ષ્મીદેવી મિથ્યાદૃષ્ટિ હોવાથી આવો જ બીજો રથ બનાવી તેમાં રાધા-કૃષ્ણાદિને બેસાડીને ગામમાં નગરયાત્રા કરવા ઇચ્છે છે. આ બન્ને શોક્યોનો. રથ માટેનો કુલેશ દેખી પડ્યોત્તર રાજાએ બન્નેની તીર્થયાત્રાનો નિષેધ કર્યો, તે જોઈને જવાલાના પુત્ર મહાપમનું હૃદય દુભાયું. પરંતુ અપરમાને દુઃખ આપવું તે પણ ઉચિત નથી. તથા માતાનું દુઃખ પણ જોઈ શકાતું નથી. તેથી ઘર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org