Book Title: Samkitna Sadsath Bolni Sazzay
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૯૫
આ ઉપદ્રવ દૂર થવો શક્ય નથી. તેથી સંઘના પુરુષોએ ગુરુજીને વિનંતિ કરી. ગુરુજીએ જ્ઞાનોપયોગ મૂકી વરાહમિહિર સંબંધી આ ઉપસર્ગ જાણીને સંઘના કલ્યાણ માટે તેના નિવારકરૂપે ઉવસગ્ગહર સ્તોત્રની રચના કરી. જેના પ્રભાવથી બંતરકૃત સર્વ ઉપસર્ગો દૂર થયા. સંઘના સમસ્ત ભાઈ-બહેનોએ આ ઉવસગ્ગહર સ્તોત્ર કંઠસ્થ કર્યું. જેનો પ્રભાવ આજે કલિયુગમાં પણ અબાધિત છે. આ રીતે શ્રી ભદ્રબાહુસ્વામીજીએ “નૈમિત્તિક-શાસ્ત્રો” કહેવા દ્વારા રાજાને પ્રતિબોધ કરીને જૈનશાસનની પ્રભાવના કરી તે ચોથા “નિમિત્તપ્રભાવક” જાણવા. તેઓએ (૧) આચારાંગસૂત્ર, (૨) સૂત્રકૃતાંગ, (૩) આવશ્યકસૂત્ર, (૪) દશવૈકાલિક, (૫) ઉત્તરાધ્યયન, (૬) દશાકલ્પ, (૭) વ્યવહારસૂત્ર, (૮) સૂર્યપ્રજ્ઞપ્તિ, (૯) ઉપાંગ અને (૧૦) ઋષિભાષિત એમ ૧૦ શાસ્ત્રો ઉપર પ્રાકૃત ભાષામાં પદ્યરૂપે નિર્યુક્તિઓ બનાવી છે. જૈનશાસનની મહાન્ પ્રભાવના કરી પંચમ શ્રુતકેવલી પદને અનુભવી અવસર આવ્યો ત્યારે અણસણ આદરી તે મહાપુરુષ સ્વર્ગવાસી થયા. ૩૧.
છ બાહ્ય અને છ અત્યંતર એમ બાર પ્રકારના તપનું વિશિષ્ટપણે આચરણ કરવાથી. અથવા અઠ્ઠમતપથી એક વર્ષ સુધીના ઉપવાસાદિ દીર્ઘ તપશ્ચર્યા કરવા દ્વારા જૈનશાસનની જે પ્રભાવના કરે છે. આવા પ્રકારના તીવ્ર તપ વડે જ દીપે છે. પોતાનામાં અને અન્યમાં પણ આવા પ્રકારના ઉત્તમ આચરણ વડે જે ધર્મનાં બીજ રોપે છે. જિનેશ્વર પરમાત્માની આજ્ઞાને જે કદાપિ લોપતા નથી. જેનાથી કર્મબંધ થાય
એવા આશ્રવોને જે સેવતા નથી, ક્રોધ-માન-માયાદિ જે આચરતા • નથી તે વિશિષ્ટતમ ગુણવાળા મુનિઓને પાંચમા “તપસીપ્રભાવક” કહેવાય છે.
શાસ્ત્રમાં કહ્યું છે કેजिणमयमुब्भासंतो विगिट्ठखमणेहिं भण्णई तवस्सी ।
તે તપ પ્રભાવક ઉપર શ્રી “વિષ્ણુકુમાર મુનિ'નું ઉદાહરણ છે. તે આ પ્રમાણે
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org