Book Title: Samkitna Sadsath Bolni Sazzay
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૯૪
દિવસે સંરક્ષણાર્થે સર્વે વ્યકિતઓ સવિશેષ સજાગ હોવા છતાં ખોળામાં બાળકને લઈને ધાવમાતા ભોંયરાના અગ્રદ્વાર પાસે બેઠી છે. ત્યાં બારણાની પાછળ રહેલી મહાન્ જાડી એવી ભૂગલ કે જેના મોઢા ઉપર મોટા બિલાડાનો આકાર કોતરેલો છે તે ભુગલ પડી અને બાલક મૃત્યુ પામ્યો. ધાવમાતા હાહારવ કરવા લાગી, પુરોહિત અતિશય રડવા લાગ્યો. સમગ્ર પરિવાર પણ રડવા લાગ્યો. સંરક્ષકો પણ ઉદાસ થયા. ઘણા લોકો ત્યાં એકઠા થઈ ગયા. રાજા પણ આ સમાચાર સાંભળી ત્યાં આવ્યા. વરાહમિહિર પુત્રના મરણથી તો રડે છે. પરંતુ પોતાનું વચન મિથ્યા થયું તે તેને વધારે ડંખે છે. રાજાએ કહ્યું કે, હે પુરોહિત ! ભદ્રબાહુજીનું વચન કદાપિ મિથ્થા સંભવતું જ નથી. તેઓ સર્વજ્ઞ નથી પરંતુ સર્વજ્ઞના શાસ્ત્રો ભણેલા હોવાથી સર્વજ્ઞપુત્ર છે. શ્રી ભદ્રબાહુસ્વામી પાસેથી ધર્મનું યથાર્થ સ્વરૂપ જાણીને મિથ્યાત્વનો ત્યાગ કરી સમ્યકત્વવ્રત રાજાએ સ્વીકાર્યું. રાજા જૈનધર્મી થવાથી સર્વ પ્રજા પણ જૈનધર્મની અનુરાગી બની અને પુરોહિત તરફ રાજા અને પ્રજા એમ બન્ને અપ્રીતિભાવવાળાં થયાં. પુરોહિત પણ પુત્ર-મરણના શોકથી, પોતાનું જ્ઞાન અસત્ય પડવાથી અને લોકોમાં અપમાન થવાથી સંસાર ઉપર વૈરાગ્યવાળો બની સમ્યકત્વ-ભાવ ત્યજી મિથ્યાત્વભાવથી વાસિત બની, પરિવ્રાજકની દીક્ષા સ્વીકારી. જૈનસાધુઓ ઉપર પ્રબળ દ્વેષ રાખી અજ્ઞાનપૂર્વક કષ્ટકારી તપ કરી મૃત્યુ પામી અલ્પ–ધ્ધિવાળો વ્યંતરદેવ થયો. જન્મ પામતાં જ અવધિજ્ઞાનથી પૂર્વભવ જોઈને દ્વેષથી ક્રોધિત થયેલો તે વ્યંતરદેવ, દેવસંબંધી કાર્યો ર્યા વિના તુરત જ મૃત્યુલોકમાં આવીને સાધુ- સાધ્વીજીને પીડવા માટે છિદ્રો જોવા લાગ્યો. તેઓનું કોઇ છિદ્ર ન મળવાથી શ્રાવક-શ્રાવિકાઓને મરકી આદિના રોગોથી પીડવા લાગ્યો. તેથી શાસ્ત્રજ્ઞ એવા શ્રાવકોએ પણ આ ઉપસર્ગ વ્યંતરદેવનો છે એમ જાણીને શ્રી ભદ્રબાહુસ્વામીજી પાસે વિચારક પુરુષોને મોકલ્યા. કારણ કે જેમ સિંહ વિના હાથી વશ ન થાય, સૂર્ય વિના અંધકારપડલ દૂર ન થાય, મોટા વહાણ વિના સાગર ન કરાય અને ઔષધ વિના રોગ ક્ષય ન પામે, તેમ શ્રી ભદ્રબાહુ ગુરુજી વિના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org