Book Title: Samkitna Sadsath Bolni Sazzay
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૯૬
આ ભરતક્ષેત્રમાં કુરુદેશની અંદર હસ્તિનાપુર નામનું નગર હતું. ત્યાં પદ્મોત્તર નામનો રાજા, અને જૈનધર્મના અતિશય અનુરાગવાળી જ્વાલા નામની તેને રાણી હતી. તે બન્નેને સંસારસુખ અનુભવતાં ગર્જના કરતા સિંહના સ્વપ્નથી સૂચિત એક બાળક જન્મ્યો. જેનું નામ વિષ્ણુકુમાર રાખ્યું અને ચૌદ સ્વપ્નથી સૂચિત બીજો એક પુત્ર જન્મ્યો કે જેનું નામ “મહાપદ્મ” રાખ્યું. બન્ને ભાઇઓ યુવાવસ્થાને પામ્યા. વિષ્ણુકુમાર મોટા ભાઇ હોવા છતાં વૈરાગી હોવાથી રાજાએ નાનાભાઇ મહાપદ્મને યુવરાજ પદ આપ્યું.
ઉજ્જૈણીનગરીમાં નરવર્મ રાજાને મિથ્યાત્વથી વાસિત મતિવાળો “નમુચિ' નામનો પ્રધાન હતો. મુનિસુવ્રતસ્વામિના શિષ્ય ‘સુવ્રત’’ નામના મુનિ તે નગરીના ઉદ્યાનમાં પધાર્યા. તેમને વંદનાર્થે ઉદ્યાન તરફ જતા ગ્રામજનોને જોઈને રાજાએ મંત્રીને પૂછ્યું કે, હે મંત્રીશ્વર! આ નગરજનો ક્યાં જાય છે ? મંત્રીએ કહ્યું કે, ઉદ્યાનમાં જૈન શ્વેતાંબર મુનિ આવ્યા છે. તેમને વંદનાર્થે લોકો ત્યાં જાય છે. રાજાએ હ્યું કે ચાલો આપણે બન્ને પણ જઈએ, મંત્રીએ ક્યું કે હે રાજન! તમે કહો છો તો આપણે જઈએ, પરંતુ હું તેઓની સાથે વાદ કરીશ. અને તમારે બરાબર માધ્યસ્થ થઈને ન્યાય આપવાનો, આમ તમારે કબૂલ હોય તો હું આવું. રાજાએ હા કહેવાથી બન્ને વ્યાખ્યાનમાં આવ્યા. રાજા મુનિને નમસ્કાર કરીને જ્યાં યોગ્યસ્થાને બેસે છે તેટલામાં ક્રોધ અને અહંકારથી ગર્વિષ્ઠ બનેલા નમુચિએ સુવ્રતાચાર્યને ક્યું કે, હે દાંભિકશિરોમણી, મૂર્ખમુનિ? જો તું કંઈ સાચું ધર્મતત્ત્વ જાણતો હોય તો વાદી એવા મારી સામે વાદ કર. આવું તેનું દુષ્ટભાષણ સાંભળી વાદને માટે પણ અયોગ્ય સમજીને ગુરુજી મૌન રહ્યા. પરંતુ ગુરુજી મૌન રહે છે તેથી તેમનો પરાભવ થાય છે એમ સમજી એક નાના સાધુ બોલ્યા કે, હે નમુચિ ! જો તારે વાદ જ કરવો છે તો તારી વાદની ભૂખ હું મટાડું. આચાર્યશ્રી તારી સાથે શું વાદ કરે ! કયાં ખાબોચીયું અને ક્યાં મહાસાગર ? ક્યાં અંગારો અને ક્યાં સોનાનો પર્વત ? ક્યાં પતંગીયું અને ક્યાં બળવાન્ સિંહ? એમ ક્યાં જડ મૂર્ખ તું અને ક્યાં સક્લાગમપારગામી આચાર્યશ્રી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org