Book Title: Samkitna Sadsath Bolni Sazzay
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૫૧
'
મનમાં મુનિઓ ઉપર તે શિષ્ય વધારે મત્સરભાવવાળો બન્યો. આ મુનિઓ મારાં છિદ્ર જ જોનારા છે. તેથી ગુપ્ત રીતે ઝેર આપી બધા જ મુનિઓને મારી નાખું. આવા પ્રકારના અતિક્લિષ્ટ વિચારોથી પાણીના ઘડામાં તાલપુટ વિષ નાખીને ભાગી ગયો. સાધુસંતો જ્યારે તે પાણીનો ઉપયોગ કરવા જાય છે ત્યારે તેઓના ગુણથી આકર્ષાયેલી દેવીએ મુનિને રોક્યા. આ રીતે મુનિઓ બચી ગયા. પાપી એવા આ મુનિનો જીવ અરણ્યમાં અહીંથી તહીં ભટકતો રૌદ્રધ્યાનથી મરીને સાતમી નરકે ગયો. ઘણા ભવો સંસારમાં ભટકીને અજ્ઞાન તપ કરી અકાનિર્જરા દ્વારા કર્મોને કંઇક લઘુ કરીને ધનદ રાજાને ત્યાં ભુવનકુમાર નામે તે જીવ જન્મ્યો છે. ઋષિઘાતથી બાંધેલું પાપ હજુ થોડું બાકી હોવાથી તે આવા પ્રકારના દુઃખ પામ્યો છે. હવે આ કર્મ થોડું જ રહ્યું હોવાથી તમે ત્યાં જશો ત્યાં સુધીમાં તે અવશ્ય નિરોગી થશે. ગુરુજીની આવી પરમ પવિત્ર વાણી સાંભળીને મંત્રી અને સામંતો તુરત તુરત કુમાર પાસે ગયા. કુમાર પણ ધીરે ધીરે નિરોગી થયા છતા ચૈતન્યવાળા બન્યા. મંત્રી અને સામંતો પાસેથી જ્ઞાનીએ કહેલા પોતાના પૂર્વભવની હકીકત જાણી, પાપકર્મો જે કર્યાં હતાં તેનાથી ભયભીત થયો અને જ્ઞાની દ્વારા જાણવા મળ્યું તેનાથી હર્ષિત થયો. તુરત તુરત ઉઠીને જ્ઞાનીની પાસે વંદનાર્થે અને દર્શનાર્થે ત્યાં ગયો. અને કહ્યું હે ગુરુજી! હું આવા પાપથી કેવી રીતે મૂકાઉં ? મને ઉપાય બતાવો.
ગુરુજીએ કહ્યું કે, જો કર્મો ખપાવવાં હોય તો સંસારના સર્વસંબંધોના ત્યાગવાળી જૈનીય દીક્ષા સ્વીકારો અને અરિહંતાદિ ઉપકારી પદોનો પરમ વિનય કરો. લગ્ન માટે નીકળેલા તે કુમારે ત્યાં જ દીક્ષા સ્વીકારી. યશોમતીએ આ વૃત્તાંત જાણ્યો, વિયોગથી ઝુરવા લાગી, બેહોશ બની ગઇ, સખીઓએ શીતળ ઉપચારો કર્યા, તેનાથી ચૈતન્ય આવ્યું. પરંતુ મન અતિશય રડવા લાગ્યું. માત-પિતાદિ પરિવારે તથા સખીજને ઘણું જ આશ્વાસન આપ્યું. અને આવા જ ગુણવાળા અન્ય વરને પરણાવવાનો પ્રસ્તાવ મૂક્યો. પતિવ્રતા સ્ત્રીઓ એકભવમાં કદાપિ બે ભવ (અર્થાત્ અન્ય વર) કરતી નથી. એમ કહીને મનને મક્કમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org