Book Title: Samkitna Sadsath Bolni Sazzay
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
પ૬
બન્ને ભાઈઓ ક્રીડા કરવા માટે ઉદ્યાનમાં ગયા ત્યારે વિષમિશ્રિત મોદક બનાવી ત્યાં મોકલ્યા. સરળ સ્વભાવી એવા તે બન્ને ભાઈઓએ મોદકનું ભોજન કર્યું. વિષ વ્યાપવાથી મૂર્ણિત થયા. આ જ ઉદ્યાનમાં અશોકવૃક્ષની નીચે દિવાકર નામના એક માસના ઉપવાસી મહર્ષિ બીરાજમાન હતા. તેમના દર્શન-વંદન અર્થે ઇન્દ્ર મહારાજા ત્યાં આવ્યા. ઇન્દ્ર બને કુમારોનો વિષ પ્રયોગ અવધિજ્ઞાનથી જાણીને દૈવિક પ્રભાવથી દૂર કર્યો. નિર્વિષ થયેલા બન્ને કુમાર આશ્ચર્ય પામ્યા. ઇન્દ્ર મહારાજાએ કહ્યું કે, જો આ . મહર્ષિ અહીં ન હોત, અને તેના કારણે મારે જે અહીં આવવાનું બન્યું છે તે ન બન્યું હોત તો તમારું મૃત્યુ નક્કી થાત જ. તેથી આ મહર્ષિ તમારા મહા-ઉપકારી છે. તે બન્ને કુમારો મહર્ષિને નમી, વંદીને, ધર્મદેશના સાંભળવા લાગ્યા. માતાનું આવું અનુચિત કાર્ય જોઈને અને વૈરાગ્યવાસિત ધર્મદેશના સાંભળીને બન્ને ભાઈઓ વૈરાગી બન્યા. આ જ ગુરુ પાસે પ્રવ્રજ્યા સ્વીકારી દુષ્કર તપાદિ આચરી મૃત્યુ પામી પ્રથમ દેવલોકમાં વિધુત્રભ અને વિદ્યુસુંદર નામના દેવો થયા. તેમાંથી વિદ્યુ—ભ અવીને વિજયવતી નગરીમાં નરવર્મ રાજાનો પરમ મિત્ર મદનદત્ત થયો. તે જ આ ધન પ્રાપ્તિ માટે ફરતો ફરતો અહીં આવ્યો છે. પૂર્વભવમાં આ તારો ભાઈ હોવાથી તેને તેના તરફ અપૂર્વ પ્રેમ થાય છે. આ સાંભળીને તે દેવે તેના ગળામાં પહેરેલો આ હાર હે રાજન્ ! મારા ગળામાં નાખ્યો. તે જ વખતે તે વિધુસુંદરદેવને અવનનાં ચિહ્નો દેખાવા લાગ્યાં. દેવે તે જ ગુણધરસૂરિને પૂછ્યું કે, હે ગુરુજી ! પરભવમાં મારી ઉત્પત્તિ ક્યાં થશે? મને બોધિબીજનો લાભ કેમ થશે ? ગુણધરસૂરિજીએ કહ્યું કે, તું અહીંથી અવીને નરવર્મરાજાને ત્યાં હરિદત્ત નામે પુત્રપણે જન્મીશ અને આ હાર દેખવાથી બોધિબીજ પામીશ. આ સાંભળી તે દેવ પોતાના સ્થાને ગયો. ત્યારબાદ હે રાજન્ ! મેં આ હારની માહિતી તે સૂરિ મહારાજને પૂછી. તેઓએ કહ્યું કે, નીચે પાતાલમાં ભવનપતિનિકાયમાં અમરચંચા નગરમાં અસુરકુમારના ઈન્દ્ર તરીકે અમરેન્દ્રદેવ ઉત્પન્ન થયો. ઉત્પત્તિ કાર્ય કરી રાજ્યસભામાં બેસી અનેક દેવ-દેવીઓ વડે માન-સન્માન કરાતો તે ચમરેન્દ્ર ઉંચું જુવે છે ત્યાં પોતાના માથા ઉપર સૌધર્મેન્દ્રને બેઠેલો જુએ છે. ત્યારે ક્રોધિત થયેલો તે ઇન્દ્ર પરિવાર વડે વારંવાર નિવારવા છતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org