Book Title: Samkitna Sadsath Bolni Sazzay
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૭૦
દુર્ગન્ધ જ આવતી જોઈને રાણીએ રાજાને પુછ્યું કે સુગંધી વનરાજી હોવા છતાં આટલી દુર્ગધ કેમ આવે છે ! રાજાએ કહ્યું કે દૂર કાઉસ્સગ્ગ ધ્યાને ઉભેલા મહર્ષિના મલની આ દુર્ગધ છે. રાણી કહે છે કે, જિનેશ્વર ભગવંતોએ જૈનધર્મમાં જે કંઈ કહ્યું છે તે બધું અતિશય સુંદર છે. પરંતુ નિર્દોષ એવા અચિત્ત-પાણીથી પણ મુનિઓને સ્નાનાદિ કરવાની જે છુટ આપી નથી, તે બરાબર નથી. મુનિના શરીરની દુર્ગધ જોઈને રાણીને તે તરફ જુગુપ્સા થઇ અને રાજાને કહેવા લાગી કે, મુનિના શરીરની અચિત્તજલથી પણ શુદ્ધિ કરો. જેથી દુર્ગધ દૂર થાય. રાણીની ઇચ્છાનુસાર કાઉસ્સગધ્યાનસ્થ મુનિના શરીરની અચિત્તજલથી રાજાએ અત્યન્ત શુદ્ધિ કરી અત્યન્ત સુગંધિ દ્રવ્યો વડે મુનિના શરીરે વિલેપન કરી ભાવ અને ભક્તિપૂર્વક પૂજા કરીને અન્ય તીર્થોની યાત્રાએ રાજા-રાણી ગયાં.
કેટલાક તીર્થોની યાત્રા કરી ફરીથી રાજા-રાણી આ જ અષ્ટાપદ પર્વત ઉપર જ્યારે આ જગ્યાએ આવ્યાં ત્યારે મુનિ નહીં જોતી રાણી રાજાને પૂછે છે કે, જે મુનિ આ સ્થાને કાઉસ્સગ્નમાં સ્થિર હતા તે કેમ દેખાતા નથી ? રાજાએ કહ્યું કે ચોતરફ કાળા-કાળા ભમરાઓથી વીંટાયેલા, અને તેથી જ ન દેખાતા મુનિ દૂર કાયોત્સર્ગસ્થિત છે. પરંતુ સર્વત્ર ભમરાઓના કારણે તે દેખાતા નથી. આપણે જે સુગંધી દ્રવ્યોથી તેમનું વિલેપન કર્યું તે દ્રવ્યોની સુગંધથી ભમરાઓ વીંટળાઈ વળ્યા છે અને મુનિના શરીરને ચાલણીની જેમ ડેખિત કર્યું છે. રાજા-રાણી ઘણો પસ્તાવો કરવા લાગ્યાં. તેમાં પણ રાણી સવિશેષ પસ્તાવો કરે છે. મેં જે મુનિના ભલા માટે કર્યું તે જ તેમને દુઃખદાયી બન્યું. આવું દુષ્કૃત્ય કરનારી મને ધિક્કાર હોજો. રાજા તુરત મુનિ પાસે જઈ પ્રયત્નવિશેષથી ભમરાને ઉડાડી. જ્યાં મુનિની સેવા કરવા જાય છે. તેટલામાં સમભાવમાં રહેલા તે મુનિ આવા કઠીન ઉપસર્ગને સહન કરતાં ઘાતકર્મ ખપાવી કેવલજ્ઞાન પામ્યા. દેવો ત્યાં આવ્યા. સુગંધી પાણી સહિત ત્યાં સુગંધી ફૂલોની વૃષ્ટિ કરી. અને કેવલજ્ઞાનનો મહોત્સવ કર્યો.
જયસુર રાજાએ અને શુભમતી રાણીએ પોતાના દોષની વાંરવાર ક્ષમા માગી કેવલીએ ધર્મોપદેશ આપ્યો અને કહ્યું કે જેઓ મુનિના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org