Book Title: Samkitna Sadsath Bolni Sazzay
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૭૯
કાવ્ય સુધા રસ મધુર અર્થ ભર્યા, ધર્મ હેતુ કરે જેહ, સિદ્ધસેન પરે રાજા સીઝ, અટ્ટમ વર કવિ તેહ.
ધન ધન) ૩૪ જબ નવિ હોવે પ્રભાવક એહવા, તવ વિધિપૂર્વ અનેક, જાત્ર પૂજાદિક કરણી કરે, તેહ પ્રભાવક છેક.
ધન ધન) ૩૫ ગાથાર્થ : જૈન શાસનમાં શાસનની પ્રભાવના કરનારા પ્રભાવક પુરુષો આદ કહ્યા છે. તે આઠમાં પહેલા “પ્રવચનિક” પ્રભાવક જાણવા.
જ્યારે જ્યારે જે જે કાળમાં જૈનશાસ્ત્રો-આગમો વગેરે જૈન સાહિત્ય જેટલું લભ્ય હોય તે તે સૂત્રોના તથા તેના અર્થના પારગામી હોય અને બીજાને સારી રીતે સમજાવી શકે તેવા તથા ગુણોથી ભરપૂર હોય એવા ગુણી-જ્ઞાનીને “પ્રવચનિક” નામે પ્રથમ પ્રભાવક કહેવાય છે.
એવી રીતે શાસનની પ્રભાવના કરનારા, શાસનના શણગાર રૂપ જે જે મુનિવરો છે તે ખરેખર ધન્યવાદને પાત્ર છે. ૨૮
પોતાની ઉત્તમ ધર્મદેશના દ્વારા જે લોકોના મનને રંજિત કરે. અને લોકોના હૃદયના સંદેહોને ભાંગે તે નંદિષેણ મુનિની જેમ “ધર્મકથી” નામના બીજા પ્રભાવક જાણવા. ૨૯
ન્યાયશાસ્ત્રાદિ ભણવાના કારણે તર્કવાદમાં જેણે નિપુણતા પ્રાપ્ત કરી છે તે આકાશમાં જેમ મેઘ ગર્જના કરે તેમ રાજસભામાં ગર્જના કરીને (પ્રતિવાદીઓને જિતને) મલવાદીની જેમ વિજયલક્ષ્મીને જે વરે તે “વાદી” નામના ત્રીજા પ્રભાવક જાણવા. ૩૦
બીજા ધર્મવાળાઓને માત્ર જિતવા માટે જે નિમિત્તો કહે તે ભદ્રબાહુસ્વામીની જેમ “નૈમિત્તિક” નામના ચોથા પ્રભાવક જાણવા કે જે જૈનશાસનમાં રાજાતુલ્ય હોય છે. ૩૧
જે તપગુણથી દીપી ઉઠે, ધર્મના પાયા ઉંડા રોપે, જિનેશ્વરની આજ્ઞાને જે લોપે નહીં, આશ્રવને અટકાવે, જે ક્યારેય ગુસ્સે ન થાય, તે “તપસ્વી” નામના પાંચમા પ્રભાવક જાણવા. ૩૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org