Book Title: Samkitna Sadsath Bolni Sazzay
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૮૭
એક વખત દક્ષિણ દેશમાં વિચરતા શ્રી વજ્રસ્વામીને માથાની પીડા થયે છતે ગીતાર્થોએ એક શુંઠનો ટુકડો ભોજન પછી લેવા માટે આપ્યો.. તેઓએ તે ટુકડો ભોજન સમાપ્ત થયે લઈ શકાય, ભૂલી ન જવાય એટલે કાનની ઉપર ભરાવ્યો. પ્રમાદવશાત્ તે ટુકડો ત્યાં જ રહી ગયો. સાંજે પ્રતિક્રમણાદિ ધર્મક્રિયા વખતે મુહપત્તીના પડિલેહણ સમયે તે ટુકડો કાન ઉપરથી નીચે પડ્યો. તે જોઇને પોતાનો પ્રમાદ જાણી આસન્ન મૃત્યુનો નિર્ણય કર્યો. નજીકના ભવિષ્યમાં બારવર્ષી મહા-દુકાળ પડવાનો છે એમ વિદ્યાબલે જાણીને પોતાના વજ્રસેન નામના શિષ્યને પહેલેથી જ દૂર દેશમાં મોકલ્યા અને કહ્યું કે, એક લાખ સોનામહોરથી બનેલી ક્ષીરસંબંધી તપેલીને તું જ્યારે જોઇશ. ત્યારે બીજા દિવસે સુકાળ થશે. પોતાની સાથેના સાધુઓને વિદ્યાબલથી આહારપિંડ લાવી આપીને સંયમ નિર્વાહ કરાવતા હતા. અભ્યાહતપિંડ નામના દોષવાળો આહાર જાણી અને નિર્દોષ આહાર મળવો દુષ્કર જાણી અનશનની ભાવનાવાળા પાંચસો શિષ્યો સાથે શ્રી વજ્રસ્વામીએ એક પર્વત ઉપર અનશન આદર્યું. એમની સાથેના અતિશય કોમળ અને રૂપવાન શરીરવાળા એક બાળસાધુએ પણ અનશન કર્યું. તે સમાધિપૂર્વક કાલધર્મ પામી દેવલોકમાં ગયા. દેવોએ તેનો વિવિધ વાજીંત્રો વગાડવાપૂર્વક મહોત્સવ કર્યો. તે જાણી શેષ સાધુ પણ સમભાવમાં આત્મકલ્યાણ અર્થે વધુ સ્થિર થયા. ત્યાં કોઈ એક તુચ્છ પ્રકૃતિવાળો દેવ શ્રાવિકાનું રૂપ કરીને આહારાદિ માટેના અનુકુળ ઉપસર્ગ કરવા લાગ્યો. તેથી વજ્રસ્વામી તે ક્ષેત્ર અયોગ્ય જાણી સર્વ-સાધુ સાથે નજીકના બીજા પર્વત ઉપર ગયા. ત્યાંના ક્ષેત્રના અધિષ્ઠાયક દેવની સાનુકુળતા માટે પ્રથમ કાયોત્સર્ગ કર્યો. તે ક્ષેત્રપાલદેવે પ્રત્યક્ષ થઈ પ્રણામ કરી યોગ્ય સેવાની માગણી કરી. સાધુઓ સાથે ગુરુજીએ અણસણ આદરવા માટે ક્ષેત્ર વાપરવાની માગણી કરી. તે દેવે પ્રસન્ન થઈ સમ્મતિ આપી. તેથી તેઓ સર્વેએ અણસણ સ્વીકાર્યું. તેઓના તપના પ્રભાવથી રથમાં બેસીને ઇન્દ્ર મહારાજાએ ત્યાં આવીને તેઓને પ્રદક્ષિણાપૂર્વક પ્રણામ કરી સ્તુતિ કરી. ઇન્દ્રના રથથી તે પર્વતનાં કેટલાંક શિખરો ભાંગી ગયાં. તેથી તે પર્વતનું “થાવર્ત” નામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org