Book Title: Samkitna Sadsath Bolni Sazzay
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૯૦
માત્ર વાલનું જ ભોજન કરીને ગિરિગુફામાં જ રહીશ. સંઘે ઘણું સમજાવ્યા. સંઘે પણ પૂજનાદિ વડે સરસ્વતીદેવીની આરાધના કરી. મલ્લમુનિની કઠોર તપશ્ચર્યા અને સંઘની આરાધના વડે શ્રુતદેવીએ પ્રસન્ન થઈ મલ્લમુનિને વરદાન માગવા કહ્યું. મલ્લમુનિએ “નયચક્રગ્રંથ”ની માગણી કરી. પ્રસન્ન થયેલ શ્રુતદેવીએ કહ્યું કે, હે મલ્લમુનિ! તમારા મુખકમલમાંથી ક્રમશઃ આ સંપૂર્ણ ગ્રંથ પ્રગટ થશે. આવું વરદાન આપીને શ્રુતદેવી અંતર્ધાન થયાં. સકલ સંઘ અતિશય ખુશ થયો. મલ્લમુનિના મુખરૂપી કુંડમાંથી સરસ્વતીના ધોધની જેમ પૂર્ણ ગ્રંથ પ્રગટ થયો. સંધે ઘણા બહુમાન સાથે વલ્લભીપુરમાં મલ્લમુનિનો પ્રવેશ કરાવ્યો અને નયચક્રગ્રંથનું વિવરણ કરવાની પ્રાર્થના સંઘે મલ્લમુનિને કરી. ત્યારબાદ ગુરુજીની સમ્મતિ લઇને આ ત્રણે ભાણેજ મુનિઓની સંઘે આચાર્ય પદવી કરી. ત્રણે મુનિઓ વિશિષ્ઠ જ્ઞાની હતા. તેમાં પણ પ્રમાણના વિષયમાં આ મુનિઓ તીવ્ર શક્તિ સંપન્ન થયા. વાદવિવાદમાં અચિત્ત્વ શક્તિ સંપન્ન બન્યા. ત્રણમાંથી મલ્લમુનિના મનમાં ભરૂચની અંદર બૌદ્ધાચાર્યની સાથે થયેલો પોતાના ગુરુનો પરાભવ વધારે ડંખતો હતો. વલ્લભીપુરથી વિહાર કરી ભરૂચ આવીને રાજા દ્વારા બૌદ્ધાચાર્યની સાથે બળવાન મલ્લની જેમ વાદનો પડકાર કર્યો. બૌદ્ધોના આચાર્ય બુદ્ધાનંદે કહ્યું કે, શૂરવીર લડાઈથી શું ડરતા હશે! અર્થાત્ ન જ ડરે, તેમ અમે વાદવિવાદથી ડરતા નથી. પહેલાં તેમના ગુરુ અમારી સામે હારેલા જ છે. તો આ બાળકની અમારી સામે શું કક્ષા છે! આવા બાળકની સાથે વાદ કરવામાં પણ અમોને સરખે સરખા ન હોવાથી લજ્જા આવે છે. બીજા દિવસે રાજસભામાં વાદ ગોઠવાયો. રાજા પણ રસપૂર્વક જોડાયા. અગણિત સભ્યો પણ આવ્યા. બુદ્ધાનંદના કહેવાથી મલ્લમુનિએ પ્રથમ પૂર્વપક્ષ ચાલુ કર્યો. યુદ્ધમાં જેમ હાથી ગાજે તેમ મલ્લમુનિએ મલ્લની જેમ નયચક્રગ્રંથના પુણ્ય પ્રભાવથી છ દિવસ સુધી ધારાવાહી પ્રમાણે પૂર્વપક્ષો કર્યા. શ્રુતદેવીની સહાય, નયગ્રંથોનો સુંદર અભ્યાસ અને ગુરુજીનો પહેલાં થયેલો જે પરાભવ, તેનો ડંખ ઇત્યાદિ કારણોથી મલ્લમુનિએ ભરચક સભામાં જોશીલી શૈલીમાં એવા પૂર્વ પક્ષો કર્યા કે સાતમા દિવસે બુદ્ધાનંદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org