Book Title: Samkitna Sadsath Bolni Sazzay
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૮૮
પડ્યું. આ પ્રમાણે પૂજ્ય શ્રી વજૂસ્વામી અનશન કરી પાંચસો સાધુઓ સાથે ત્યાં કાલગત થઈ દેવલોકવાસી થયા. તેઓ કાલગત થયા તેની સાથે દશપૂર્વના શ્રુતજ્ઞાનનો અને અર્ધનારાચસંઘયણનો પણ વિચ્છેદ થયો. આ પ્રમાણે શ્રી વજૂસ્વામી પ્રવચનની વાચના આપવામાં પ્રભાવશાલી હોવાથી પ્રાવચનિક પ્રભાવક અને ધર્મકથા કરવામાં અપૂર્વલબ્ધિવાળા હોવાથી ધર્મકથી પ્રભાવક થયા. એમ બન્ને પ્રભાવક ઉપર શ્રી વજૂસ્વામીનું દૃષ્ટાન્ત જાણવું.
ધર્મસ્થી નામના બીજા પ્રભાવક ઉપર ગ્રંથકાર પૂજય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજશ્રીએ મૂલગાથામાં “નંદિષેણ” મુનિનું ઉદાહરણ ટાંક્યું છે. તે શ્રેણિક મહારાજાના પુત્ર હતા. પ્રભુ મહાવીરસ્વામીની વાણીથી વૈરાગ્યવાસિત થઈને ભાવિમાં નિકાચિત તીવ્ર મોહનીયકર્મ ઉદયમાં આવવાનું છે તેમ જાણવા છતાં વચ્ચેનો કાળ અસંયમમાં ન ગાળવાની ઉત્તમ ભાવનાથી દીક્ષિત થયા. કાળ પાકે છતે મહોદયથી દીક્ષાથી પતિત થવા છતાં દરરોજ ધર્મકથા દ્વારા દશ જણને પ્રતિબોધ આપી શ્રી મહાવીર સ્વામી પ્રભુ પાસે દીક્ષા અપાવવાની તીવ્ર પ્રતિજ્ઞાવાળા બન્યા. એક દિવસ પ્રતિબોધ પામવાની સંખ્યા ૧૦ વ્યક્તિની ન પુરાવાથી છેવટે પોતે દીક્ષા લઈ દશની સંખ્યાની પૂર્તિ કરી હતી. દીક્ષા છોડવા છતાં, મોહના સામ્રાજ્યમાં રહેવા છતાં, પ્રતિદિન દશને પ્રતિબોધિત કરતા હતા. તે ધર્મકથા કરવામાં કેટલા કુશળ હશે? તેથી તે નંદિષેણમુનિ ધર્મકથી પ્રભાવક કહેવાયા. ૨૮-૨૯.
वाई पमाणकुसलो, रायदुवारे वि लद्धमाहप्पो ।
વિદ્વાન પુરુષોની સાથે વસ્તુતત્ત્વનું યર્થાથ નિરૂપણ કરવામાં, પ્રમાણપૂર્વક સત્યનું મંડન અને અસત્યનું ખંડન કરવામાં જે અતિશય કુશળ હોય, તથા લોકમાત્રામાં જ નહીં પરંતુ રાજદરબારમાં પણ જેણે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી હોય એવા વાદકલામાં પ્રવીણ પુરૂષને ત્રીજા “વાદી” પ્રભાવક કહેવાય છે. અહીં મલવાદીની કથા છે. તે આ પ્રમાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org