Book Title: Samkitna Sadsath Bolni Sazzay
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૮૫
અતિશય પ્રશંસા સંભળીને લોકો વડે રોકવા છતાં તેણીએ વજૂસ્વામીની સાથે જ વિવાહ કરવાની પ્રતિજ્ઞા મનમાં કરી. મુનિશ્રી પણ પૃથ્વીતલ ઉપર વિચરતા વિચરતા સ્વાભાવિક રીતે કુસુમપુરનગરમાં આવ્યા. રૂકમણીએ વજૂસ્વામીનું આગમન સાંભળી માતા-પિતા-ભાઈ વગેરે સ્વજન વર્ગને પોતાનો અભિપ્રાય કહ્યો. તેઓ પોતે અન્તરથી આ વાત ન ઇચ્છતા હોવા છતાં રૂકમણીના મનના સંતોષ ખાતર વિવિધ કરીયાવર સાથે લઈને જયાં વજૂસ્વામી સમોસર્યા હતા ત્યાં ગયા. પોતાના અતિશય રૂપને જોઈને સ્ત્રીઓ ક્ષોભ ન પામે એટલે વજૂસ્વામીએ પહેલાં કુત્સિત રૂપ ધારણ કર્યું. અને ઉત્તમ દેશના આપી. તેમની અમૃત રસતુલ્ય મધુર દેશના સાંભળી ઘણા જીવો પ્રતિબોધ પામ્યા. તેઓ પરસ્પર કહેવા લાગ્યા કે વજૂસ્વામીની જેવી મીંઠી વાણી છે તેવું જ જો ઉત્તમ રૂપ હોત તો સોનામાં સુગંધ જેવું કેવું સુંદર થાત. લોકોનો આવો અભિપ્રાય જાણીને શ્રી વજૂસ્વામીએ સૂર્યની જેવું તેજપુંજમય સુંદર રૂપ બનાવ્યું. તે. જોઈને લોકો વિસ્મય પામ્યા. ગુરુજીએ આ તો વિદ્યાનો પ્રભાવ છે. આમાં શું આશ્ચર્ય પામવા જેવું છે! એમ કહી ઉત્તમ વૈરાગ્યવાહિની દેશના આપી. તે જ અવસરે ધનશ્રેષ્ઠીએ પોતાની પુત્રી રુક્મણીના મનની તેઓની સાથેના લગ્નની વાત મૂકી. સંસારવાસથી તદન નિઃસ્પૃહ શ્રી વજૂસ્વામીએ વધારે જોશીલી શૈલિમાં તીવ્રવૈરાગ્ય-વાહિની દેશના આપી અને સ્પષ્ટ કહ્યું કે, જો મારા વિષે જ અભિલાષા હોય તો આવો સાંસારિક મોહ ત્યજીને સર્વવિરતિધર્મ સ્વીકારો અને આત્મકલ્યાણ સાધો. તેમની દેશનાથી પ્રતિબોધ પામેલી રુકમણીએ દીક્ષા લીધી. આવી અમોઘ દેશનાશક્તિ તેઓની હતી તેથી તેઓ પ્રાવચનિકપ્રભાવક અને ધર્મકથી પ્રભાવક કહેવાયા.
એક વખત વજૂસ્વામી પૂર્વદિશાના દેશમાંથી ઉત્તર દિશાના દેશોમાં વિચરતા હતા. ત્યાં ભયંકર દુકાળ પડ્યો. સુધાદિથી પીડાતા સંઘને જોઈને સંઘની વિનંતિથી એક મોટા પટ (વસ્ત્ર) ઉપર સંઘને બેસાડીને આકાશમાર્ગે ચાલતા સુકાળવાળી મહાપુરી નામની નગરીમાં આવ્યા. ત્યાં રાજા બૌદ્ધધર્મી હતો, તથા ગામમાં પણ બૌદ્ધલોકોનું વધારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org