Book Title: Samkitna Sadsath Bolni Sazzay
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
८४
તમાં વિહાર કરશો તો અમોને વાચના કોણ આપશે. ત્યારે ગુરુજીએ “વજૂસ્વામી તમને વાચના આપશે” એમ કહી વિહાર કર્યો. ગુરુની આજ્ઞાથી શ્રી વજૂસ્વામીએ મધુરધ્વનિથી એવી વાચના આપી કે વાચના લેનાર સર્વે સાધુઓ ઘણોજ સંતોષ પામ્યા મંદબુદ્ધિવાળા સાધુ પણ અલ્પકાળમાં કઠીન અધ્યયન પણ અનાયાસે પૂર્ણ કરનારા થયા. કાળાન્તરે ગુરુજી ત્યાં પધાર્યા. વાચનાના સંતોષથી પ્રસન્ન મુદ્રાવાળા શિષ્યોને જોઈને ગુરુજી આનંદિત થયા. ત્યાંથી વિહાર કરીને શ્રી સિંહગિરિસૂરિજી દિશપુરનગરમાં આવ્યા.
એ અવસરે ઉજ્જૈણી નગરીમાં દશપૂર્વધારી શ્રી ભદ્રગુપ્તસૂરિજી વૃદ્ધવાસે રહ્યા હતા. તેઓને એવું સ્વપ્ન આવ્યું કે મારે ત્યાં કોઈ અતિથિ આવ્યા. અને મારા પાત્રમાંથી સઘળું દૂધ પી ગયા. તે સ્વપ્ન સાધુઓને કહ્યું. સાધુઓ પણ હર્ષિત થયા છતા અતિથિસાધુની ગવેષણા કરતા રહ્યા. તે જ વખતે શ્રી સંઘે વજૂસ્વામીને દશપૂર્વના અભ્યાસ માટે ઉજ્જૈણીનગરી તરફ શ્રી ભદ્રગુપ્તસૂરિ પાસે મોકલ્યા. તેઓને આવેલા જોઈ સર્વે અતિશય હર્ષિત થયા. શ્રી ભદ્રગુપ્તસૂરિજી પાસે વિનયથી વિનીત એવા વજસ્વામી દશપૂર્વ ભણ્યા. ત્યારબાદ દશપુર નગરમાં આવ્યા. શ્રી સિંહગિરિસૂરિજી હવે વજસ્વામીને સર્વ દ્રવ્ય પર્યાયની અનુજ્ઞા સ્વરૂપ આચાર્ય પદવી આપવાના મનોરથવાળા છે. તે સમયે વજૂસ્વામીના મિત્ર તિર્યજjભકદેવો વજૂસ્વામીની આચાર્ય પદવીના પ્રસંગે દશપુરનગરને અતિશય શોભાયમાન કરીને પદવી મહોત્સવમાં પૂર્ણ સાથ-સહકાર આપવા લાગ્યા. વજૂસ્વામીને આચાર્ય પદવી આપ્યા પછી શ્રી સિંહગિરિસૂરીજી અણસણ કરી કાલધર્મ પામી મહર્બિકદેવ થયા. વજૂસ્વામી પણ પાંચસો સાધુઓ સાથે શારીરિક રૂપ, પ્રભાવ, તેજ, અને વાચનાદિ ગુણો વડે સભાજનોને પ્રમોદિત કરતા છતા પૃથ્વીતલ ઉપર વિચરવા લાગ્યા.
એ વખતે કુસુમપુરનગરમાં ધન નામનો શ્રેષ્ઠી અને મનોજ્ઞા નામની તેની પત્ની રહેતાં હતાં, તેઓને અતિશય રૂપવાળી રૂકમણી નામની એક પુત્રી હતી. સાધ્વીજી મહારાજ પાસે વજૂસ્વામીના ગુણોની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org