Book Title: Samkitna Sadsath Bolni Sazzay
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૮૨
સર્વ કાર્યોમાં દુઃખી દુઃખી થઈ. પુત્ર ઉપર ઉદ્વેગવાળી થઈ. એમ છ મહીના ગયા. તે સમયે આચાર્ય શ્રી સિંહગિરિસૂરિ ત્યાં પધાર્યા. મુનિ તેમના શિષ્યો (૧) ધનગિરિ અને (૨) આર્યસમિત આ બન્ને મુનિ ગોચરી જવા માટે તૈયાર થયા. ગુરુજીએ જ્ઞાનબલે નિમિત્ત જોઈને
હ્યું કે, આજે સચિત્ત અથવા અચિત્ત જે મળે તે લાવજો. આ બન્ને મુનિઓ આહાર ગ્રહણ માટે ફરતા ફરતા અનાયાસે સુનંદાને ઘેર પધાર્યા.
સુનંદાએ ધનગિરિને હ્યું કે, આ તમારા પુત્રને લઈ જાઓ. હું બહુ જ કંટાળી ગઈ છું. ધનગિરિએ હ્યું કે, ઉતાવળ ન કર, પાછળથી તે પસ્તાવો કરીશ. એમ સમજાવવા છતાં તે પોતાના આગ્રહથી વિરામ ન પામી. ત્યારે ત્યાં રહેનારા તથા ઉભેલા કેટલાક માણસોને સાક્ષી રાખીને તેણીએ આપેલો તે બાળક પોતે ગ્રહણ કર્યો. જેવો તે બાળક મુનિની પાસે આવ્યો તેવો તુરત રડતો બંધ થઈ ગયો. મુનિ બાળકને લઈને ગુરુજીની પાસે આવ્યા. ગુરુજીએ આ બાળક ભવિષ્યમાં પ્રવચનનો મહાજ્ઞાની થશે. એમ સમજીને તેના પાલન અને રક્ષણ માટે તપોધન એવાં સાધ્વી દ્વારા ઉપાશ્રયની શય્યાતર બહેનોને આપ્યો. તે બહેનો પણ પોતાના બાળકની જેમ આ બાલકનું સ્તનપાન તથા અચિત્ત પાણી આદિ વડે સ્નાનાદિ કરાવવા દ્વારા પાલન-પોષણ કરવા લાગી. ગુરુજીએ પણ યોગ્ય ભલામણ કરી ત્યાંથી વિહાર કર્યો. ત્રણ વર્ષ પછી વિહાર કરતા કરતા ધનગિરિજી ફરી ત્યાં પધાર્યા. આ બાલકના માલિકી હક્ક માટે સુનંદાએ ઘણો ક્લેશ કર્યો. અને આ ફરીયાદ રાજા સમક્ષ ગઈ. રાજાએ ન્યાય આપ્યો કે, ભરપૂર ભરેલી રાજસભામાં તમે બન્ને વારફરતી આ બાળકને આકર્ષવા યોગ્ય ઉપાયો કરજો. બાળક જેના તરફ જવા રાજી હશે તેને અમે આપીશું. ફક્ત શરત એટલી કે પ્રથમ સુનંદા ઉપાય અજમાવે.
માતા બાળકને આકર્ષવા રમકડાં અને મોદકાદિ વિવિધ ભોજન લાવી પણ બાળક આકર્ષાયો નહીં. મુનિએ માત્ર સંયમના સાધનભૂત રજોહરણ જ બતાવ્યું. બાળક તે રજોહરણને તુરત સ્વીકારીને મુનિ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org