Book Title: Samkitna Sadsath Bolni Sazzay
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૭પ
ગયો. માર્ગમાં બૌદ્ધોએ કહ્યું કે જો તમે અમારો સામાન ઉપાડશો તો તમને ભોજનાદિ અમે આપીશું. અને તમારી બધી દરકાર પણ કરીશું તે શ્રાવક ભૂખના દુઃખવાળો હોવાથી તેણે તે સ્વીકાર્યું. દરરોજ સાથે રહેવાથી, અતિશય પરિચય થવાથી અને પ્રતિદિન બૌદ્ધધર્મની જ વાત સાંભળવાથી તે બૌદ્ધધર્મ પ્રત્યે શ્રદ્ધા-પ્રીતિવાળો થયો. બૌદ્ધોની સતત સમજાવટથી તેનું મન તે ધર્મ ઉપર વિશ્વાસવાળું થયું. જૈનધર્મ ઉપરની પ્રીતિ હૈયામાં ન્યૂન થઈ. સામાન સહિત ચાલતો તે થાકવા લાગ્યો. શારીરિક અતિશય પરિશ્રમથી હવે તે ચાલવા અસમર્થ થયો. અને ભૂમિ ઉપર સૂઈ ગયો. બૌદ્ધોએ તેને લાલ વસ્ત્ર ઓઢાડી આગળ ચાલવા માંડ્યું. ભૂખના દુઃખથી તે મૃત્યુ પામી યક્ષ થયો. અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકી પાછલો ભવ જોયો. બૌદ્ધ ધર્મના સંસ્કારો પ્રજ્વલિત થયા. અને દૈવિકશક્તિથી બૌદ્ધસાધુઓની મોદકાદિ મિષ્ટાન્નભોજન દ્વારા સેવા કરવા લાગ્યો. તેથી ઘણા લોકો તે ધર્મ તરફ આકર્ષાયા. અને ચારે તરફ બૌદ્ધધર્મની પ્રશંસા થવા લાગી અને વિષયરસિક જીવો જૈનધર્મની નિંદા કરવા લાગ્યા.
એક વખત વિદ્યાસિદ્ધ એવા કોઈ સૂરીશ્વરજી વિહાર કરતા કરતા ત્યાં પધાર્યા. જૈનધર્મના રાગી એવા કેટલાક શ્રાવકોએ જૈનધર્મની થતી નિંદા આદિ હકીકત સૂરિજીને જણાવી. સૂરિજી વિદ્યાસિદ્ધ પુરુષ હોવાથી ગીતાર્થ એવા બે મહાત્માઓને બરાબર સમજાવીને ત્યાં બૌદ્ધોના મઠમાં મોકલ્યા. મદમાં મસ્ત એવા બૌદ્ધોએ જૈનમુનિઓને પોતાના મઠમાં સ્થાન આપ્યું. બૌદ્ધમુનિઓ જ્યારે જ્યારે ભોજન કરવા બેસતા ત્યારે ત્યારે આ યક્ષ પોતે અપ્રગટ રહેતો, પરંતુ મોદકાદિક ભોજનથી ભરેલો તેનો માત્ર હાથ જ લોકો દેખી શકતા. તે હાથ જ બૌદ્ધમુનિઓને મોદકાદિ આપતો. આજે જ્યારે તે હાથ મોદકાદિ આપીને પાછો ફરે છે ત્યાં જ તે બન્ને જૈનમહાત્માઓએ તે હાથને વિદ્યાસિદ્ધિ દ્વારા પકડ્યો અને કહ્યું કે મોક્ષમાર્ગના પાથેયતુલ્ય નમસ્કાર મહામંત્રને તું યાદ કર. એમ કહીને ગુરુજીએ કહેલી અવ્યક્ત વાણી સંભળાવી. તે સાંભળતાં જ યક્ષ પ્રતિબોધ પામ્યો અને મનમાં વિચારવા લાગ્યો, તે મને ધિક્કાર હોજો કે જે હું જૈનશાસનનો જાણકાર હોવા છતાં પણ મિથ્યાદૃષ્ટિ સાધુઓના પરિચયથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org