Book Title: Samkitna Sadsath Bolni Sazzay
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
અન્ય ધર્મ ઉપર મોહબ્ધ બન્યો. મિથ્યાત્વીઓનો પરિચય જ મને પતનનું કારણ બન્યો. જાગૃત થયેલો તે યક્ષ બૌદ્ધધર્મના ઉપાસક સર્વે સ્ત્રીપુરુષને જોરશોરથી કહેવા લાગ્યો અને સમજાવવા લાગ્યો કે શ્રી જિનેશ્વર પરમાત્માનું શાસન જ તથ્થરૂપ (સાચું) છે. બાકીના સર્વે ધર્મો મિથ્યાસ્વરૂપ છે. તેથી મિથ્યાત્વનો ત્યાગ કરી પરમ કલ્યાણકારી જૈનધર્મનો તમે સ્વીકાર કરો. ઈત્યાદિ ઘોષણા કરી, સૂરિજી પાસે જઈ પોતાના કરેલા અતિચારજન્ય પાપની આલોચના કરી જૈનશાસનની પ્રભાવના કરીને તે યક્ષ પોતાના સ્થાને ગયો. આ યક્ષને મિથ્યાષ્ટિઓના પરિચયથી જેમ સમ્યકત્વ કલંકિત થયું. તેમ જે જે જીવો મિથ્યાષ્ટિઓનો પરિચય કરે તેનું સમ્યકત્વ દૂષિત થાય છે. માટે મિથ્યાષ્ટિઓનો પરિચય તે દોષ કહેવાય છે.
સમ્યકત્વના આ અન્તિમ ત્રણે દોષોનાં લક્ષણો શાસ્ત્રમાં આ પ્રમાણે કહ્યાં છે.
विचिगिच्छा सफलं पइ, संदेहो मुणिजणम्मि उ दुगंछा ।
ગુખત્તિ પસંસા, પરિવરVાં તુ સંથવU NI . . ૩૦ | - આ પાંચે દોષો સમ્યકત્વને શિથીલ કરનાર છે મલીન કરનાર છે. જૈનશાસ્ત્રોનાં રહસ્યો જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી કદાચ ન પણ સમજાય તો પણ શંકાદિ કરવી તે ઉચિત નથી. તથા સમજવા માટે ગુરુ આદિ પાસે શંકા કરવામાં આવે તો તે દોષ રૂપ નથી. પરંતુ કેવલીભાષિત નરક-સ્વર્ગ-નિગોદ અને મોક્ષ આદિ તત્ત્વો પ્રત્યક્ષ ન દેખવાથી શું આ વાત સાચી હશે કે મિથ્યા હશે ? એવી શંકા થાય તે દોષરૂપ છે. તથા અનાદિ મિથ્યાત્વી જીવને ચરમાવર્તમાં આવતાં બાલજીવ તરીકે ચારી સંજીવની ન્યાયે કોઇ પણ પ્રકારના દેવ-ગુરુ-ધર્મની ઉપાસના કરવાનું પણ જણાવ્યું છે. તેને “પૂર્વસેવા” યોગદષ્ટિસમુચ્ચયમાં કહી છે. તે કાલે, ચરમાવર્તના પ્રારંભ કાળમાં આ જીવ ધર્મરહિત હોવાથી કોઈ પણ પ્રકારના ધર્મની “ધર્મસંજ્ઞા” જીવમાં જો પ્રવેશતી હોય તો તે સંજ્ઞા કાલાન્તરે ઉપકાર કરનારી બનશે. એમ સમજીને આ “પૂર્વસેવા” પણ કર્તવ્ય તરીકે કહી છે. પરંતુ સમ્યકત્વાદિ ગુણસ્થાનક પામેલા આત્માઓને યથાર્થ ધર્મમાર્ગમાં વિકાસ થયેલો હોવાથી હવે ત્યાંથી પતન ન થઈ જાય તેટલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org